મંત્રીમંડળ
મંત્રીમંડળે પટ્ટાલમ રોડ પહોળો કરવા થ્રિસ્સૂર મ્યુનિસિપલ કોર્પોરેશનને કેરળમાં થ્રિસ્સૂર (ત્રિચુર)માં પોસ્ટ વિભાગની માલિકીની જમીન અને બિલ્ડિંગના હસ્તાંતરણને મંજૂરી આપી
Posted On:
03 MAY 2017 8:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેરળમાં થ્રિસ્સૂરમાં પોસ્ટ વિભાગની માલિકીની 16.5 ટકા જમીન અને બિલ્ડિંગને થ્રિસ્સૂર મ્યુનિસિપલ કોર્પોરેશનને હસ્તાંતરિત કરવા માટે મંજૂરી આપી છે, જેનો આશય જમીનના બદલામાં જમીનના સિદ્ધાંતને આધારે જનહિતમાં પટ્ટાલમ રોડને પહોળો કરવાનો છે.
પોસ્ટ વિભાગ 16.5 ટકા જમીનનો સમાન વિસ્તાર મેળવશે, જે હાલની થ્રિસ્સૂર સેન્ટ્રલ પોસ્ટ ઓફિસથી 200 મીટર દૂર છે. થ્રિસ્સૂર મ્યુનિસિપલ કોર્પોરેશન પોસ્ટ વિભાગના સ્પષ્ટ નિર્દેશો મુજબ 3500 ચોરસ ફૂટનો બિલ્ટ અપ એરિયા ધરાવતી પોસ્ટ ઓફિસનું નિર્માણ પણ કરશે, જેમાં પોતાના ખર્ચે બે દરવાજા સાથે કમ્પાઉન્ડ વોલ સામેલ છે. થ્રિસ્સૂર મ્યુનિસિપલ કોર્પોરેશનની આ દરખાસ્ત વર્તમાન પટ્ટાલમ રોડને પહોળો કરવા સાથે સંબંધિત છે, જેથી ટ્રાફિકની અકસ્માત વિના અવરજવર થશે અને વિસ્તારના લોકોને લાભ થશે.
આ દરખાસ્ત વિચારણા હેઠળ છે, જેનો લાભ વિસ્તારના લોકોને થશે તથા તેઓ ટ્રાફિકમાં કોઈ ગીચતા વિના મુક્તપણે અવરજવર કરશે તથા વર્તમાન થ્રિસ્સૂર સેન્ટ્રલ પોસ્ટ ઓફિસની સામે પટ્ટાલમ રોડમાંથી ઓછા સમયમાં પસાર થશે.
(Release ID: 1489189)
Visitor Counter : 153