મંત્રીમંડળ

મંત્રીમંડળે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન અને ડિફેન્સ સર્વિસીસ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ, મીરપુર, ઢાકા વચ્ચે મિલિટરી એજ્યુકેશનમાં સહકાર માટે એમઓયુને મંજૂરી આપી

Posted On: 03 MAY 2017 8:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન અને ડિફેન્સ સર્વિસીસ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ, મીરપુર, ઢાકા વચ્ચે વ્યૂહાત્મક અને કાર્યકારી અભ્યાસોના ક્ષેત્રમાં મિલિટરી એજ્યુકેશન સાથે સંબંધિત સહકાર માટે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને વાસ્તવિક પરિણામ આધારિત મંજૂરી આપી છે.

વ્યૂહાત્મક અને ઓપરેશનલ અભ્યાસ સાથે સંબંધિત આ એમઓયુ મિલિટરી એજ્યુકેશનના ક્ષેત્રમાં સહકાર વધારવા માટે માળખાગત કાર્ય સ્થાપિત કરવા સક્ષમ બનાવશે તથા બંને દેશો વચ્ચે લાંબા ગાળાના સહકારને પ્રોત્સાહન આપશે.

બંને દેશો વચ્ચે ભૌગોલિક અને સાંસ્કૃતિ જોડાણને ધ્યાનમાં રાખીને આતંકવાદનો સામનો કરવા જેવા ઘણાં સામાન્ય પડકારોનો સામનો કરવા સંયુક્ત કામગીરીની જરૂર પડશે. એટલે સશસ્ત્ર દળો વચ્ચે શ્રેષ્ઠ સંકલન અને સહકાર માટેની જરૂર છે. સંયુક્ત તાલીમ અને કવાયત સામાન્ય જોખમો અને પડકારોનો વધુ સારી રીતે સામનો કરવા સશસ્ત્ર દળોની ક્ષમતાઓમાં સંકલન સ્થાપિત કરવામાં મદદ કરશે. એમઓયુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે માહિતી અને ટેકનોલોજીના વિનિમય માટે જાહેર જવાબદારીમાં વધારો કરશે.



(Release ID: 1489183) Visitor Counter : 54


Read this release in: English