મંત્રીમંડળ
મંત્રીમંડળે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા અને હાયર કોલેજ ઓફ ટેકનોલોજી, સંયુક્ત આરબ અમીરાત વચ્ચે વર્ષ 2011માં થયેલા એમઓયુ અને તેના રિન્યૂઅલને મંજૂરી આપી
Posted On:
03 MAY 2017 8:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઈ) અને હાયર કોલેજીસ ઓફ ટેકનોલોજી (એચસીટી), સંયુક્ત આરબ અમીરાત વચ્ચે વર્ષ 2011માં હસ્તાક્ષર થયેલા સમજૂતી કરાર (એમઓયુ) અને એમઓયુના રિન્યૂઅલ માટે પરિણામ આધારિત મંજૂરી આપી હતી.
એચસીટી, યુએઇ સાથે એમઓયુ રિન્યૂઅલ નીચેની શરતો પર થયા છે :-
- આઇસીએઆઈ એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ સાથે સંબંધિત વર્તમાન અભ્યાસક્રમની સમીક્ષા કરીને એચસીટીને ટેકનિકલ સહાય પ્રદાન કરશે;
- આઇસીએઆઈ નવો/સંશોધિત અભ્યાસક્રમ અને મોડ્યુલ પ્રસ્તુત કરવાની ભલામણ કરશે, જે એચસીટીના વિદ્યાર્થીઓને આઇસીએઆઈની મેમ્બરશિપ મેળવવાના ઉદ્દેશ સાથે આઇસીએઆઈની ટેકનિકલ વ્યાવસાયિક પરીક્ષા આપવાની સુવિધા આપશે;
- આઇસીએઆઈ એચસીટીના લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે આઇસીએઆઈની વ્યાવસાયિક પરીક્ષા યોજવામાં ટેકનિકલ સહાય પ્રદાન કરશે;
- આઇસીએઆઈ એચસીટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે સેમિનાર અને વર્કશોપ પ્રદાન કરવા જોડાણ કરશે;
- આઇસીએઆઈ પારસ્પરિક સંમત ધોરણે પ્રસ્તુત એડજક્ટ ફેકલ્ટી પ્રદાન કરશે;
- આઇસીએઆઈ એચસીટીના વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેશન અભ્યાસક્રમો પ્રદાન કરશે;
- એચસીટી આઇસીએઆઈના વ્યાવસાયિકો અને ટેકનિકલ પરીક્ષાઓ યોજવા સુવિધાઓ પ્રદાન કરશે;
- એચસીટી અને આઇસીએઆઈ ફેકલ્ટી અને વિદ્યાર્થી આદાનપ્રદાન કાર્યક્રમોને પ્રોત્સાહન આપશે;
- એચસીટી અને આઇસીએઆઈ યુએઇમાં એચસીટીની વિવિધ કોલેજોમાં વ્યાવસાયિક વિકાસ અને ટેકનિકલ ઇવેન્ટ, સેમિનાર અને કોન્ફન્સ યોજવા જોડાણ કરશે. એચસીટી આ પ્રકારની ઇવેન્ટ માટે સ્થળ પ્રદાન કરશે તથા તેના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બરને આ ઇવેન્ટમાં હાજર રહેવા પ્રોત્સાહન આપશે;
- એચસીટી અને આઇસીએઆઈ એચસીટીના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર એપ્લાઇડ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (સીઇઆરટી) મારફતે યુએઇમાં એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને ઓડિટના ક્ષેત્રમાં ટૂંકા ગાળાના વ્યાવસાયિક અભ્યાસક્રમો ઓફર કરવા જોડાણ કરશે.
આ દરખાસ્ત ઇક્વિટી, જાહેર જવાબદારી અને નવીનતા પર લક્ષ્યાંકો પર આગળ વધવાનો આશય વ્યક્ત કરે છે.
પૃષ્ઠભૂમિ:
આઇસીએઆઈ ભારતીય સંસદના કાયદા દ્વારા સ્થાપિત કાયદેસર સંસ્થા છે, જેનું નામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ધારો, 1949 છે, જેનો આશય ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના વ્યવસાયનું નિયમન કરવાનો છે. એચસીટી યુએઇ અબુધાબી, દુબઈ, ફુજૈરા, મદિનાત ઝાયેદ, રાસ અલ ખૈમાહ, રુવાઇસ અને શારજહાંમાં 17 આધુનિક, ટેકનોલોજી-સંવર્ધિત કેમ્પસ પર આધારિત 23,000 વિદ્યાર્થીઓ અને 2,000 સ્ટાફનો સમુદાય છે, જે તેને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)માં સૌથી મોટી ઊચ્ચ શૈક્ષણિક સંસ્થા બનાવે છે. એચસીટી તમામ માન્યતાઓ અને મૂલ્યો માટેના સંદર્ભની અંદર વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ટેકનિકલ અને વ્યાવસાયિક કાર્યક્રમો પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે તથા ટેકનિકલ અને વ્યાવસાયિક શિક્ષણ પ્રદાન કરવા આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત પ્રદાતા છે. એચસીટીનું મિશન મુખ્ય શૈક્ષણિક મૂળભૂત આધારસ્તંભ છે, જેના પર આધુનિક રાષ્ટ્રનું નિર્માણ થયું છે.
આઇસીએઆઈ એ આ એમઓયુ મારફતે યુએઇની અંદર એકાઉન્ટિંગ, ફાઇનાન્સિયલ અને ઓડિટ નોલેજ બેઝને મજબૂત કરવા સંયુક્તપણે કામ કરવા આઇસીએઆઈ અને એચસીટી, યુએઇ વચ્ચે એમઓયુ રિન્યૂઅલ કરવા વિચારે છે. એચસીટી સાથે એમઓયુ પર 5 વર્ષના ગાળા માટે 4 જાન્યુઆરી, 2011ના રોજ હસ્તાક્ષર થયા હતા.
AP/J.Khunt/TR/GP
(Release ID: 1489182)
Visitor Counter : 62