મંત્રીમંડળ

મંત્રીમંડળે મલેશિયામાં યુરિયા ઉત્પાદન પ્લાન્ટ પર એમઓયુને મંજૂરી આપી

Posted On: 03 MAY 2017 8:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મલેશિયામાં યુરિયા અને એમોનિયાના ઉત્પાદન પ્લાન્ટ વિકસાવવા મલેશિયા સાથે થયેલા એમઓયુને મંજૂરી આપી હતી, જે ભારતમાં શરૂ થશે અને/અથવા મલેશિયામાંથી વધારાનો યુરિયાનો જથ્થો ભારતમાં લાવવામાં આવશે.

પ્રોજેક્ટનો ખર્ચ 2.1 અબજ ડોલર થવાની અપેક્ષા છે, જેની વાર્ષિક ક્ષમતા 2.4 મિલિયન ટન યુરિયા અને 1.35 મિલિયન ટન એમોનિયાના ઉત્પાદનની છે તથા ભારતીય બજારમાં સતત પુરવઠો પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.

એમઓયુ પર હસ્તાક્ષર બંને દેશો સંમત થશે તો ઓછી કિંમતે દેશની જરૂરિયાત પૂર્ણ કરવા યુરિયા અને એમોનિયાના સતત પુરવઠાને સુનિશ્ચિત કરશે.

AP/J.Khunt/TR/GP



(Release ID: 1489181) Visitor Counter : 109


Read this release in: English