મંત્રીમંડળ

મંત્રીમંડળે વિજયવાડા એરપોર્ટનેઆંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે મંજૂરી આપી

Posted On: 03 MAY 2017 8:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આંધ્રપ્રદેશ પુનર્ગઠન કાયદા, 2014ની જોગવાઈઓ મુજબ, વિજયવાડાને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવા માટેની મંજૂરી આપી છે.

 

આ દરખાસ્ત રાજ્યની રાજધાની સાથે જોડાણમાં વધારો કરશે. તે એર-ટ્રાવેલર્સને સ્પર્ધાત્મક દરે સેવાઓના વિવિધ વિકલ્પ પ્રદાન કરશે તથા આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સ અને કાર્ગો ટ્રાફિક લાવવા આંધ્રપ્રદેશના સ્થાનિક/આંતરરાષ્ટ્રીય પ્રવાસન અને સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે.


પૃષ્ઠભૂમિ:

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે એરપોર્ટની જાહેરાત ટ્રાફિકની સંભવિતતા અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સની કામગીરી માટે એરલાઇન્સની માગ પર નિર્ભર છે. ઉપરાંત ગ્રાઉન્ડ લાઇટિંગ સુવિધાઓ, રાત્રે વિમાનની કામગીરી માટે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ, મધ્યમ ક્ષમતા ધરાવતા લાંબી રેન્જના વિમાનને સેવા આપવા રનવેની પર્યાપ્ત લંબાઈ કે વિમાનના સમકક્ષ પ્રકાર, ઇમિગ્રેશન, સ્વાસ્થ્ય અને એનિમલ એન્ડ પ્લાન્ટ ક્વારેન્ટાઇન સર્વિસીસ પણ આંતરરાષ્ટ્રીય કામગીરી માટે જરૂરી છે.

 

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે વિજયવાડા એરપોર્ટની જાહેરાત આંધ્રપ્રદેશ પુનર્ગઠન કાયદા, 2014ની જોગવાઈઓ સાથે સુસંગત છે અને પેસેન્જર ટ્રાફિકમાં વૃદ્ધિ, એરલાઇન્સ અને આંધ્રપ્રદેશ સરકારની માગને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય કામગીરીઓ માટે પર્યાપ્ત માળખાગત સુવિધાઓ અને સુલભતામાં અપગ્રેડેશન હાથ ધર્યું છે.



(Release ID: 1489178) Visitor Counter : 135


Read this release in: English