આયુષ

કેન્દ્રીય યૂનાની ઔષધિ અનુસંધાન પરિષદ (સીસીઆરએમ) દ્વારા ઈ-ગ્રંથાલય પર ત્રણ દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન

प्रविष्टि तिथि: 03 MAY 2017 5:46PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 03-05-2017

 

 

કેન્દ્રીય યૂનાની ઔષધિ અનુસંધાન પરિષદ (સીસીઆરએમ) સરકારી પુસ્તકાલયોના સ્વચાલન અ નેટવર્કિંગ માટે ઈ-ગ્રંથાલય 4.0 પર ત્રણ દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું નવી દિલ્હીમાં 2 થી 4 મે, 2017 સુધી આયોજન કરાયું છે. જેનો ઉદ્દેશ ઈ-ગ્રંથાલય 4.0, રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર (એઆઈસી) દ્વારા વિકસિત પુસ્તકાલય પ્રબંધન સોફ્ટવેરના નવીનત્તમ સંસ્કરણની બાબતમાં પુસ્તકાલય વ્યાપારીઓને પ્રશિક્ષિત કરવાનો છે. આ કાર્યશાળામાં પ્રશિક્ષણ, કૈટલોગ, પ્રસાર અને ધારાવાહિક મોડ્યૂલની બાબતમાં સૈદ્ધાંતિક અને પ્રશિક્ષણ સત્ર આયોજિત કરાશે.

મહાનિદેશક, પ્રભારી આઈસીઆરયૂએમ પ્રોફેશર વૈદ્ય કે એસ. ધીમાનને કાર્યશાળાનું ઉધ્ઘાટન કરતા કહ્યું કે અમે એવી દુનિયામાં રહીએ છીએ કે જ્યાં દરેક ભૌતિક પુસ્તકાલયોમાં જવા માટે સમય નથી ફાળવી શકાતો. પુસ્તકાલયોની નેટવર્કિંગ એવી સ્થિતિમાં અનુસંધાન અને શૈક્ષણિક ગતિવિધિઓને કુશળતાપૂર્વક સંચાલિત કરવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. તેમણે પ્રતિભાગીઓને ઈ-ગ્રંથાલય સોફ્ટવેરનો ઉપયોગ કરવા અને પોતાની સંસ્થાઓમાં પુસ્તકાલયોને સ્વચાલન અને નેટવર્કિંગમાં અપનાવવાનો અનુરોધ કર્યો.

આ અવસર પર બોલતા, એનઆઈસીના તકનીકી નિદેશક શ્રી રામ કુમાર મેટરિયાએ કહ્યું કે ભારત સરકાર ઈ-ગ્રંથાલય સોફ્ટવેરને અપનાવવા માટે નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ કરાવે છે. તેમણે સીસીઆઈરયૂએમ જેવી આયૂષની અન્ય સંસ્થાઓને અનુરોધ કર્યો કે તેઓ એનઆઈસી દ્વારા અપાતી આ સુવિધાઓ અપનાવવા માટે આગળ આવે. આ કાર્યશાળામાં આયુષ અનુસંધાન પરિષદ, બનારસ, હિન્દૂ વિશ્વવિદ્યાલય અને કાશ્મીર વિશ્વવિદ્યાલય સહિત વિભિન્ન સંસ્થાઓના 43 પ્રતિભાગીઓ ભાગ લઈ રહ્યા છે.

AP/GP                                                                


(रिलीज़ आईडी: 1489069) आगंतुक पटल : 183
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English