પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડમાં કેદારનાથ મંદીરમાં પૂજાઅર્ચના કરી; પતંજલિ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કર્યું

પોસ્ટેડ ઓન: 03 MAY 2017 5:43PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 03-05-2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડની મુલાકાત લીધી હતી. તેમણે કેદારનાથ મંદીરમાં પૂજાઅર્ચના કરી હતી અને ત્યાં એકત્રિત મોટી સંખ્યામાં લોકોનું અભિવાદન કર્યું હતું.

પછી પ્રધાનમંત્રીએ હરિદ્વાર જિલ્લામાં પતંજલિ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સ્વામી રામદેવ અને આચાર્ય બાલક્રિષ્ના સાથે સંસ્થામાં ડ્રગ ડિસ્કવરી એન્ડ રિસર્ચ લેબોરેટરીની ટૂંકી મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આપણે આપણા ઐતિહાસિક વારસાની અવગણના નહીં કરીએ કે તેને ભૂલી નહીં જઈએ. તેમણે ઉમેર્યું હતું કે, આપણા પૂર્વજોનો નવીનતાનો જુસ્સો જળવાઈ રહેવો જોઈએ.

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી પર વધુને વધુ લોકોને એકત્ર કરવાની અપીલ કરી હતી. તેમણે નવી આરોગ્ય નીતિનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં સ્વાસ્થ્ય અને સુખાકારીના વિવિધ પાસા આવરી લેવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા નિવારણાત્મક હેલ્થકેરના સૌથી મહત્વપૂર્ણ પાસાઓમાંનું એક છે.

પ્રધાનમંત્રીએ વર્લ્ડ હર્બલ એન્સાઇક્લોપેડિયાનો પ્રથમ વોલ્યુમ રીલિઝ કર્યો હતો.

 

AP/GP                                                                        


(રીલીઝ આઈડી: 1489066) મુલાકાતી સંખ્યા : 156
આ રીલીઝ વાંચો: English