પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય

ઉત્તરપ્રદેશમાં તમામ પેટ્રોલ સ્ટેશનોનું પુનઃમૂલ્યાંકન રાજ્ય એસટીએફ, ડબલ્યુએન્ડએમ વિભાગ, નાગરિક પુરવઠા વિભાગ અને ઓએમસીની ટીમ કરશે તેવું પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું

“સમગ્ર દેશમાં ફ્યુઅલ સ્ટેશનો પર સરપ્રાઇઝ ચેકિંગ થશે”, શ્રી ધર્મેન્દ્ર પ્રધાન

શ્રી પ્રધાને જણાવ્યું હતું કે, ગ્રાહકનું હિત સર્વોપરી છે; દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે

Posted On: 01 MAY 2017 6:04PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-05-2017

 

રાજ્ય કક્ષાના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી ધર્મન્દ્ર પ્રધાને આજે મીડિયાને સંબોધન કરીને લખનૌમાં પેટ્રોલ સ્ટેશન પર ઇંધણની ઓછી ડિલિવરીમાં સંકળાયેલા કૌભાંડનો પર્દાફાશ કરનાર ઉત્તરપ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સને અભિનંદન આપ્યા હતા. આ દરોડા ઇલેક્ટ્રોનિક ચિપ્સનો ઉપયોગ કરીને ફ્યુઅલ કેલિબ્રેશન સાથે ચેડા કરવા સાથે સંબંધિત ચોક્કસ બાતમીને આધારે 11 પેટ્રોલ પમ્પો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાંથી 9 ફ્યુઅલ સ્ટેશન પર ઇલેક્ટ્રોનિકસ ચિપ્સ મળી આવી હતી, જેમાંથી 3 પેટ્રોલ પમ્પ આઇઓસીએલના અને અન્ય 6 પમ્પ બીપીસીએલના છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને ડીજીપી સાથે આ મુદ્દે વાત કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લખનૌમાં બેઠક યોજવાનો નિર્ણય લીધો છે, જેની અધ્યક્ષતા ઉત્તરપ્રદેશનાં મુખ્ય સચિવ કરશે, જેમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ હાજરી આપશે.

મંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં તમામ ફ્યુઅલ સ્ટેશનનું પુનઃમૂલ્યાંકન રાજ્ય સરકારના વેઇટ એન્ડ મેઝર્સ વિભાગ, નાગરિક પુરવઠા વિભાગ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ઓઇલ માર્કેટિંગ કંપનીના પ્રતિનિધિઓની એક ટીમ દ્વારા થશે. સાથે સાથે સમગ્ર દેશમાં ફ્યુઅલ સ્ટેશન પર ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. આ અસરની સૂચનાઓ તમામ સંબંધિત વિભાગોને આપવામાં આવી છે. શ્રી પ્રધાને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારો પાસેથી સંપૂર્ણ સાથસહકારની આશા છે, કારણ કે વેઇટ એન્ડ મેઝર્સ રાજ્ય સરકારનો વિષય છે અને રાજ્ય સરકારનો સંબંધિત વેઇટ્સ એન્ડ મેઝર્સ વિભાગ ફ્યુઅલ સ્ટેશનો પર દર વર્ષે ફ્યુઅલ ડિલિવરી યુનિટની ચકાસણી કરીને સર્ટિફિકેટ આપે છે.

શ્રી પ્રધાને જણાવ્યું હતું કે, ગ્રાહકનું હિત સર્વોપરી છે અને ફ્યુઅલ કેલિબ્રેશન સાથે ચેડા કરવામાં દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, માર્કેટિંગ શિસ્ત માર્ગદર્શિકા (એમડીજી)નું ઉલ્લંઘન કરનાર ડિલર્સને કડક કામગીરીનો સામનો કરવો પડશે, જેમાં લાઇસન્સ રદ કરવાની જોગવાઈ પણ સામેલ છે.

 

AP/GP                                                                        


(Release ID: 1488945) Visitor Counter : 133


Read this release in: English