વિદેશ મંત્રાલય

શ્રી એન્થની લિયાનજુઆલાએ નવા મહાલેખા નિયંત્રક (સીજીએ)નો પદભાર સંભાળ્યો

Posted On: 01 MAY 2017 5:58PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-05-2017

 

શ્રી એન્થની લિયાનજુઆલાએ આજે અહીં રાષ્ટ્રીય રાજધાનીમાં નવા મહાલેખા નિયંત્રક (સીજીએ)નો પદભાર સંભાળી લીધો છે. આ પહેલા ભારત સરકારના 1982 બેચના ભારતીય સિવિલ લેખા સેવા (આઈસીએએસ) અધિકારી શ્રી એન્થની લિયાનજુઆલાને નાણા મંત્રાલયના વ્યય વિભાગનો હવાલો સંભાળતા હતા. આ નિયુક્તિ 01 મે, 2017 થી પ્રભાવી બતાવાઈ હતી. શ્રી લિયાનજુઆલા આ પદભાર સંભાળનારા પૂર્વોત્તર ક્ષેત્રની પ્રથમ વ્યક્તિ છે.

દિલ્લી વિશ્વવિદ્યાલયના હિન્દુ કોલેજથી સ્નાતક શ્રી લિયાનજુઆલાને કેન્દ્ર તેમજ રાજ્ય સ્તરો પર સરકારમાં કાર્ય કરવાનો વિશાળ અને સમૃદ્ધ અનુભવ છે. તેમને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી), માહિતી તેમજ પ્રસારણ મંત્રાલય, ઉપભોક્તા બાબતો, ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય અને ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં ઉચ્ચ પદો પર કાર્ય કરવાનો અનુભવ પ્રાપ્ત છે.

 

AP/GP                                                                                        


(Release ID: 1488942) Visitor Counter : 155


Read this release in: English