કૃષિ મંત્રાલય

કેન્દ્રીય કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રાધા મોહન સિંહે અને સાઈપ્રસના કૃષિ ગ્રામીણ વિકાસ તથા પર્યાવરણ મંત્રી શ્રી નિકોસ કૌયલિસની નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક

ભારત અને સાઈપ્રસના કૃષિ ક્ષેત્રમાં સહયોગ માટે કાર્ય યોજના વર્ષ 2017-18 પર હસ્તાક્ષર કરાયા

Posted On: 27 APR 2017 5:16PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 27-04-2017

 

ભારત અને સાઈપ્રસના કૃષિ મંત્રિઓએ આજે નવી દિલ્હીમાં કૃષિ ક્ષેત્રમાં સહયોગ માટે પહેલેથી જ થયેલા સમજૂતી કરાર પર અમલીકરણ માટે કાર્ય યોજના વર્ષ 2017-18 પર હસ્તાક્ષર કર્યા. ભારત તરફથી કેન્દ્રીય કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રાધા મોહન સિંહે અને સાઈપ્રસ તરફથી કૃષિ ગ્રામીણ વિકાસ તથા પર્યાવરણ મંત્રી શ્રી નિકોસ કૌયલિસને સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. આ કાર્ય યોજનામાં સૂચનાના આદાન – પ્રદાન, બંને દેશોની વિવિધ સંસ્થાઓના વિશિષ્ઠ ક્ષેત્રોમાં કાર્યરત વૈજ્ઞાનિકો/વિશેષજ્ઞો માટે પ્રશિક્ષણ/વિચાર-વિનમય કાર્યક્રમ, જર્મ પ્લાઝમા તેમજ પ્રૌદ્યોગિકી આદાન-પ્રદાન તથા ખાનગી ક્ષેત્રની ભાગાદારીને પ્રોત્સાહન આપવા વગેરે માટે સંયુક્ત અનુસંધાન પરિયોજનાઓના સંચાલન, સંયુક્ત કાર્યશાળાઓ તેમજ સંમેલનોના આયોજન જેવા ક્ષેત્રોનો સમાવેશ કરાયો છે.

કેન્દ્રીય કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રીએ સાઈપ્રસના કૃષિ, ગ્રામીણ વિકાસ તથા પર્યાવરણ મંત્રી શ્રી નિકોસ કૌયલિસનું સ્વાગત કરતા તેમણે જણાવ્યું કે ભારત અને સાઈપ્રસનો હંમેશા મૈત્રીપૂર્ણ સંબંધ રહ્યો છે. બંને દેશોએ આંતરરાષ્ટ્રીય બાબતોમાં એક-બીજાના દ્રષ્ટિકોણનું સમર્થન કર્યું છે.

શ્રી સિંહે વધુ માહિતી આપતા જણાવ્યું કે કૃષિ સંબંધીત ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ કરી છે. આ ક્ષેત્ર હજુ પણ લોકોની આવકનું મુખ્ય સ્રોત છે. સરકાર ખાદ્યાન્નોની વધતી માગને પૂર્ણ કરવા માટે માત્ર કૃષિ ઉત્પાદનમાં ઝડપથી વૃદ્ધિ લાવી રહી છે જેથી કૃષિ પર નિર્ભર લોકોની આવકમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. સરકારે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવકને બે ગણી કરવાનો લક્ષ્ય નિર્ધાર કર્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ આ સંબંધમાં કરાયેલા પ્રયાસો પર સંક્ષિપ્ત રૂપથી પ્રકાશ પણ પાડ્યો.

કેન્દ્રીય કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે તેમની સરકારે માત્ર વ્યાપાર તેમજ રોકાણની સંભાવનાઓ વધારવા ઉપરાંત વર્ષોથી મેળવેલી જાણકારીને વહેંચવા અને સમાન વિચારધારા વાળા દેશોની સાથે સંબંધો વધારવા પર જોર આપ્યું છે. શ્રી સિંહે સાઈપ્રસના કૃષિ ગ્રામીણ વિકાસ તેમજ પર્યાવરણ મંત્રીનો ભારત આવવા માટે આભાર માન્યો અને કહ્યું કે આ યાત્રાથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા છે.

AP/J.Khunt/GP                                                               



(Release ID: 1488783) Visitor Counter : 158


Read this release in: English