સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
સહાનુભૂતિના આધાર પર ગ્રામીણ ડાક સેવકની નિયુક્તિ માટે સરકારની નવી શરૂઆત
ગ્રામીણ ડાક સેવાના આશ્રિતોને 3 મહિનાની અંદર સહાનુભૂતિનો લાભ મળશે
Posted On:
27 APR 2017 4:40PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 27-04-2017
ડાક વિભાગના વર્તમાન નિયમ અંતર્ગત ગ્રામીણ ડાક સેવકના આશ્રિત પરિવારજનોને સહાનુભૂતિના આધાર પર નોકરી આપવા માટે નવી શરૂઆત કરાઈ છે. ગ્રામીણ ડાક સેવકના નોકરી દરમિયાન મૃત્યુ થવા પર આશ્રિતોને કોઈપણ મુશ્કેલી વગર નક્કી સમયની અંદર સહાનુભૂતિના આધાર પર નોકરી આપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. કોઈપણ ગ્રામીણ ડાક સેવકનું નોકરી દરમિયાન બીમારી અથવા બીજા કોઈપણ કારણસર મૃત્યુ થાય તો તેમના પરિવારના સભ્યોને સહાનુભૂતિના આધાર પર નોકરી મળશે. જરૂર પડશે તો આવેદકની ઉપરની ઉંમરની સમય સીમામાં પણ છૂટ અપાશે. નવી યોજનાની શરૂઆતથી ગ્રામીણ ડાક સેવક કે જે સમાજના અશક્ત અને ગરીબ વર્ગમાંથી આવે છે અને કોઈ કમનસીબીની સ્થિતિમાં જેના પર અચાનક મુસીબત આવી હોય તેમના પરિવારોને રાહત મળશે.
આશ્રિતના નજીકના સંબંધીઓનો પણ સમાવેશ કરાયો છે, જેમાં નીચે મુજબનો સમાવેશ હશે..
- પરણિત પુત્ર જે માતા-પિતાની સાથે રહેતો હોય અને ગ્રામીણ ડાક સેવકના નિધનના સમયે પોતાની આજીવિકા માટે પિતા પર પૂર્ણ રીતે નિર્ભર હોય.
- છૂટાછેટા મેળવેલી પુત્રી જે ગ્રામીણ ડાક સેવકના નિધનના સમયે પોતાના પિતા પર જ પૂર્ણ રીતે આશ્રિત હોય
- ગ્રામીણ ડાક સેવાકની પુત્રવધૂ જે નિધનના સમયે પૂર્ણ રીતે તેમના પર જ નિર્ભર હોય અને ગ્રામીણ ડાક સેવકના એકમાત્ર પૂત્રનું પહેલા જ નિધન થઈ ગયું હોય.
પરિવારના સભ્યોમાં આનો ઉલ્લેખ એટલે કે આપણા સમાજમાં મહિલાઓની સામે તેમનો પતિ/પરિવારજનનું અચાનક નિધનથી ઊભી થયેલી મુશ્કેલ પરિસ્થિતિઓમાં રાહત આપવાનો છે.
અલગ સેવા શરત, સામાજિક અને નાણાકીય પરિસ્થિતિ અને પરિવારમાં નાણાકીય અભાવ, વધુ સમય લેનારી જટીલ પ્રક્રિયાના લીધે ગરીબીના આધાર પર પરિવારજનોનું મૂલ્યાંકનની જૂની રીતોને બદલીને વર્તમાન કાયદા લાગુ કરાયા છે. હવેથી સહાનુભૂતિના આધાર પર નિયુક્તિ માટે આવેલ અરજી પર વિચાર કરી આવેદન પ્રાપ્તિની તારીખથી ત્રણ માસની અંદર આના પર નિર્ણય લેવાશે.
આશ્રિતોને દૂર ના જવું પડે તે માટે નિર્ણય લેવાયો છે કે ગ્રામીણ ડાક સેવકના આશ્રિતોને સહાનુભૂતિના આધાર પર ગ્રામીણ ડાક સેવકની નિયુક્તિ ત્યાં જ કરવાનો પ્રયત્ન કરાશે જ્યાં તેમનો પરિવાર રહે છે.
AP/J.Khunt/GP
(Release ID: 1488782)
Visitor Counter : 114