માહિતી અને પ્રસારણ મંત્રાલય
માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી વેંકૈયા નાયડુએ સાંસદ શ્રી વિનોદ ખન્નાના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
27 APR 2017 4:10PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 27-04-2017
માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી વેંકૈયા નાયડુએ પ્રસિદ્ધ સિનેમા કલાકાર અને સાંસદ શ્રી વિનોદ ખન્નાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શોક સંતપ્ત પરિવારને મોકલેલા પોતાના સંદેશમાં શ્રી નાયડૂએ કહ્યું કે સુપ્રસિદ્ધ ફિલ્મ હસ્તિ અને સાંસદ (ગુરદાસપુરથી) શ્રી વિનોદ ખન્નાના અસામયિક નિધનથી તેમને ઘણું દુઃખ થયું છે. ભગવાન તેમની આત્માને શાંતિ પ્રદાન કરે.
ભારતીય સિનેમામાં તેમનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમના અસામયિક નિધનથી થયેલી ક્ષતિને પૂરી કરવી ઘણી મુશ્કેલ છે. તેમની ફિલ્મો ઘણી વખાણાઈ અને તેમના પ્રશંસકોની સંખ્યા ઘણી મોટી છે. મેરે અપને, મેરા ગાંવ મેરા દેશ, જેલ યાત્રા, મુકદ્દરકા સિકંદર, ઈન્કાર, અમર અકબર એન્થની, રાજપૂત, કુર્બાની, કુદરત અને દયાવાન તેમની યાગદાર ફિલ્મો છે, જેમાં તેમના કરાયેલા અભિનયને લોકો હંમેશા યાદ રાખશે. શ્રી વિનોદ ખન્ના ભારતીય જનતા પાર્ટી સાથે છેલ્લા 20 વર્ષોથી જોડાયેલા હતા. શ્રી વાજપેયીજીની સરકારમાં તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહ્યા. વર્તમાનમાં ગુરદાસપુરથી સાંસદ શ્રી ખન્નાના નિધનથી ભારતીય જનતા પાર્ટી અને ગુરદાસપુરની જનતાને ખોટ પહોંચી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમના પરિવારના સભ્યોને આ અપૂરણીય ખોટને સહન કરવાની શક્તિ પ્રદાન કરે.
AP/J.Khunt/GP
(Release ID: 1488781)
Visitor Counter : 249