માહિતી અને પ્રસારણ મંત્રાલય

શ્રી વેંકૈયા નાયડુએ માઈક્રો અને સ્મૉલ એન્ટરપ્રાઈઝ ફેસિલીટેશન કાઉન્સિલ (એણએસઈએફસી) પોર્ટલ અને માઈએમએસએમઈ મોબાઈલ એપનો શુભારંભ કર્યો

વિલંબિત ચૂકવણીની બાબતમાં અને સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની યોજનાઓને ઑનલાઈન કરાઈ

1650 કરોડ રાશિની વિલંબિત ચૂકવણીના 37000 કેસો પોર્ટલ પર લવાયા

Posted On: 27 APR 2017 4:05PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 27-04-2017

        કેન્દ્રીય શહેરી વિકાસ, આવાસ અને શહેરી ગરીબી નાબૂદી, માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી એમ. વેંકૈયા નાયડૂએ આજે 27-04-2017 (એમએસએમઈ)ની રાષ્ટ્રીય બોર્ડની 15મી બેઠકના અવસર પર સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે બે મહત્વપૂર્ણ પહેલો અટલે કે માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝ ફેસિલિટેશન કાઉન્સિલ (એમએસઈએફસી) પોર્ટલ અને માઈએમએસએમઈ મોબાઈલ એપનો શુભારંભ કર્યો. કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગ મંત્રી શ્રી કલરાજ મિશ્ર, કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી ગિરિરાજ સિંહ અને રાજ્યમંત્રી શ્રી હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી પણ આ અવસર પર ઉપસ્થિત હતા.

http://pibphoto.nic.in/documents/rlink/2017/apr/i201742701.jpg

 

કેન્દ્રીય શહેરી વિકાસ, આવાસ અને શહેરી ગરીબી નાબૂદી તથા માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી એમ વેંકૈયા નાયડૂ 27 એપ્રિલ, 2017ના રોજ નવી દિલ્હીમાં એનબીએમએસએમઈની 15મી બેઠકના એજન્ડા પર ચર્ચા કરવા માટે એમએસએમઈ રાષ્ટ્રીય બોર્ડની બેઠકના અવસર પર માઈક્રો એન્ડ સ્મૉલ એન્ટરપ્રાઈઝીસ ફેસિલિટેશન કાઉન્સિલ (એમએસઈએફસી) પોર્ટલ અને માઈએમએસએમઈ મોબાઈલ એપનો શુભારંભ કરી રહ્યા છે. શ્રી કલરાજ મિશ્ર અને કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ પાર્થીભાઈ ચૌધરી પણ આ અવસર પર ઉપસ્થિત છે.

 

આ અવસર પર શ્રી કલરાજ મિશ્રએ કહ્યું કે http://msefc.msme.gov.in પર માઈક્રો એન્ડ સ્મૉલ એન્ટરપ્રાઈઝીસ ફેસિલિટેશન કાઉન્સિલ (એમએસઈસીસી) પોર્ટલ એમએસએમઈડી અધિનિયમ 2006ની વિલંબિત ચૂકવણીઓના પ્રાવધાનોને લાગુ કરવામાં મદદ મળશે તથા વિલંબિત ચૂકવણીઓની બાબતની દેખરેખમાં પણ સહાયતા મળશે. આ મંચની પહોંચથી સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોમાં વિલંબિત ચૂકવણી સંબંધી ફરિયાદો ઑનલાઈન દાખલ કરવામાં મદદ મળશે. દાખલ કરાયેલી ફરિયાદો ઈ-મેલ અને એસએમએસના માધ્યમથી સંબંધિત પક્ષોને મોકલી દેવાશે. આનાથી એમએસએમઈ મંત્રાલયની સાથે સાથે સંબંધિત રાજ્ય સરકારના અધિકારીઓને રાજ્ય અને રાષ્ટ્રીય બંને સ્તરો પર પણ થયેલી પ્રગતિની દેખરેખ કરવામાં મદદ મળશે. તેમણે એ પણ જણાવ્યું કે મોટાભાગના રાજ્યોએ પહેલથી જ વિલંબિત ચૂકવણીની બાબતો સાથે સંબંધિત માહિતી એમએસઈએફસી પોર્ટલ પર અપલોડ કરી દીધી છે. 31-03-2017 અનુસાર 1660 કરોડ રૂપિયાની રાશિના 3690 કેસો પર વિવિધ એમએસઈએફસી દ્વારા વિચાર કરાઈ રહ્યો છે. વાસ્તવમાં આ ઑનલાઈન પોર્ટલ સ્ટાર્ટ-અપ્સની મોટી મદદ કરશે કેમ કે વિલંબિત ચૂકવણી સ્ટાર્ટ-અપ્સ માટે સોથી મોટી સમસ્યા છે.

આ ઉપરાંત ://my.msme.gov.in પર MyMSME પર મોબાઈલ એપની પણ શ્રી એમ વેંકૈયા નાયડુ દ્વારા શરૂઆત કરાઈ છે જે એક જ સ્થળ પર એમએસએમઈ મંત્રાલય દ્વારા લાગુ કરાયેલી દરેક યોજનાઓની બાબતમાં જાણકારી પૂરી પાડશે. એમએસએમઈ એકમો હંમેશા એ ફરિયાદ કરતા હતા કે દરેક યોજનાઓની બાબતમાં જાણકારી એક જ સ્થળ પર ઉપલબ્ધ નથી થતી. માઈએમએસએમઈ મોબાઈલ એપની સહયાતાથી આ મંત્રાલય દ્વારા લાગુ કરાયેલી દરેક યોજનાઓની બાબતમાં વન વિન્ડો પર જાણકારી ઉપલબ્ધ થશે. એમએસએમઈ આ એપના માધ્યમથી મંત્રાલય સાથે સંબંધિત ફરિયાદોને પણ દાખલ કરી શકે છે. પ્રધાનમંત્રીએ સિવિલ સેવા દિવસ સમારોહના અવસર પર ઈ-ગવર્નેન્સથી એમ-ગવર્નેન્સ (મોબાઈલ ગવર્નેન્સ) તરફ આગળ વધવાની જરૂરિયાતની બાબતમાં વાત કરી છે. આ મોબાઈલ એપે એમએસએમઈ સેક્ટરને એમ-ગવર્નેન્સના યુગમાં પ્રવેશ કરવા માટે સક્ષમ બનાવી છે. કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ કહ્યું કે મંત્રાલયે દરેક યોજનાઓ ઑનલાઈન કરવાનું કાર્ય શરૂ કરી દીધું છે. એમએસએમઈ ઈન્ટરનેટ ફરિયાદ દેખરેખ પ્રણાલીને પહેલેથી જ 3,000થી વધુ લોકોની ફરિયાદોનો નિકાલ કરી દીધો છે. શ્રી  વેંકૈયા નાયડુએ દેશના એમએસએમઈ ક્ષેત્રમાં વ્યાપારને સરળ બનાવવાની દિશામાં શરૂ કરાયેલી વિવિધ પહેલો માટે શ્રી કલરાજ મિશ્રની પ્રશંસા કરતા તેમણે પ્રધાનમંત્રીના ડિજિટલ ઈન્ડિયા મિશનને અનુરૂપ પગલાં ઉઠાવવા માટે શુભેચ્છા પાઠવી.

 

AP/J.Khunt/GP                                                       


(Release ID: 1488765) Visitor Counter : 199


Read this release in: English