પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સિમલાથી નાગરિક ઉડ્ડયન માટે પ્રાદેશિક જોડાણ યોજના - ઉડાન લોન્ચ કરી

Posted On: 27 APR 2017 1:35PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 27-04-2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શિમલા એરપોર્ટ પરથી નાગરિક ઉડ્ડયન માટે ક્ષેત્રીય જોડાણ યોજના - ઉડાન લોન્ચ કરી હતી. આ યોજના અંતર્ગત વિવિધ ફ્લાઇટે સિમલા, નાંદેડ અને કડપા એરપોર્ટ પરથી ઉડાન ભરવાની શરૂઆત કરી છે.

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં હાઇડ્રો એન્જિનીયરિંગ કોલેજના ખાતમુહૂર્તના પ્રતીક સ્વરૂપે ઇ-તકતીનું પણ અનાવરણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ સિમલા એરપોર્ટ પર એકત્રિત થયેલા જનસમુદાયનું સંબોધન કર્યું હતું તથા નાંદેડ અને કડપા પર એકત્રિત જનમેદનીનું સંબોધન વીડિયો લિન્ક મારફતે કર્યું હતું

તેમણે જણાવ્યું હતું કે, મધ્યમ વર્ગનું જીવન પરિવર્તનના પંથે છે અને તેમની આકાંક્ષાઓ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે, તેમને યોગ્ય તક મળે તો તેઓ અદ્ભૂત કામગીરી કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રમાં ઘણી તક રહેલી છે. યોજના ઉડાન ઉડે દેશ કા આમ નાગરિક નામનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, એક સમયે વિમાનમાં બહુ થોડા લોકો સફર કરતા હતા, પણ હવે સ્થિતી સંજોગો બદલાઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે, નવી નાગરિક ઉડ્ડયન નીતિ ભારતની જનતાની આકાંક્ષાઓ પૂર્ણ કરવાની તક પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે, ટિઅર-2 અને ટિઅર-3 શહેરો વૃદ્ધિના પ્રેરકબળ બન્યા છે અને તેમની વચ્ચે એવિએશન જોડાણ વધવાથી તેમને લાભ થશે. તેમણે જણાવ્યું હતું કે, ઉડાન યોજના હિમાચલ પ્રદેશમાં પ્રવાસન ક્ષેત્રને મદદરૂપ થશે.

 

AP/J.Khunt/GP                                                       



(Release ID: 1488753) Visitor Counter : 111


Read this release in: English