આદિવાસી બાબતોનું મંત્રાલય

ગોંડ જાતિના નકલી પ્રમાણપત્રો પર કેન્દ્રીય જનજાતિ આયોગે રિપોર્ટ માંગ્યો

Posted On: 26 APR 2017 5:23PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 26-04-2017

 

કેન્દ્રીય જનજાતિ આયોગે ગોંડ જનજાતિના નકલી પ્રમાણપત્ર બનાવવા પર ઉત્તરપ્રદેશ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્રીય જનજાતિ આયોગના સચિવે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને લખેલ પત્રમાં કહ્યું છે કે આયોગના ધ્યાનમાં આવ્યું છે કે ઉત્તરપ્રદેશના ગોરખપુર, દેવરિયા, મહારાજગંજ, બસ્તી, આજમગઢ, મઉ તેમજ બલિયા જિલ્લામાં નાયક બ્રાહ્મણ તેમજ બ્રાહ્મણ ઓઝા સમુદાયના લોકોએ નોકરી પ્રાપ્ત કરવા માટે ગોંડ જાતિના નકલી પ્રમાણપત્ર બનાવી લીધા છે.

ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવને પૂછાયું છે કે ઉત્તરપ્રદેશમાં જનજાતિઓની સંખ્યા તેમજ ટકાવારી શું છે. સાથે જ ગોંડ જાતિની જનસંખ્યા તેમજ તેની ટકાવારીની બાબતમાં જાણકારી માંગી છે. આયોગ તરફથી એ પણ પૂછાયું છે કે નાયક બ્રાહ્મણ તેમજ બ્રાહ્મણ ઓઝા સમુદાયના કેટલા લોકોને ગોંડ જાતિનું પ્રમાણપત્ર જારી કરાયું છે. આયોગે ઉત્તરપ્રદેશ સરકારને એ પણ પૂછ્યું છે કે નકલી પ્રમાણપત્ર પ્રાપ્ત કરનારા લોકો સામે સરકારે કેવા પ્રકારની ફોજદારી અથવા વહીવટી કાર્યવાહી કરી છે. આયોગને એક બિન સરકારી સંગઠન તરફથી અપાયેલ અહેવાલ બાદ આ પ્રકરણ ધ્યાનમાં આવ્યું છે.

 

AP/J.Khunt/GP                                                       


(Release ID: 1488675) Visitor Counter : 126


Read this release in: English