નાગરિક ઉડ્ડયન મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે ‘ઉડાન’ નામક આરસીએસ અંતર્ગત પ્રથમ ઉડાનને ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે

Posted On: 26 APR 2017 4:27PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 26-04-2017

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 એપ્રિલ, 2017ના રોજ ‘ઉડે દેશ કા આમ નાગરિક (ઉડાન)’ નામની ક્ષેત્રીય કનેક્ટિવિટી યોજના (આરસીએસ) અંતર્ગત શિમલા- દિલ્હી રૂટ પર પ્રથમ ઉડાનને ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે. આની સાથે જ પ્રધાનમંત્રી ‘ઉડાન’ અંતર્ગત કડપ્પા-હૈદરાબાદ અને નાંદેડ-હૈદરાબાદ ક્ષેત્રો પર પણ પ્રથમ ઉડાનને ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય એવા હવાઈ મથકોને હવાઈ કનેક્ટિવિટી સુલભ કરવવા માટે પ્રતિબદ્ધ છે, જ્યાં વર્તમાનમાં અથવા તો હવાઈ સેવા બિલકુલ ઉપલબ્ધ નથી અથવા ઘણી ઓછી સંખ્યામાં ઉપલબ્ધ છે. ક્ષેત્રીય દ્રષ્ટિથી મહત્વપૂર્ણ શહેરોમાં રહેનારા લોકોને હવાઈ યાત્રા સુલભ કરાવવા માટે મંત્રાલયે ઓક્ટોબર, 2016માં ‘ઉડે દેશ કા આમ નાગરિક (ઉડાન)’ નામની ક્ષેત્રીય કનેક્ટિવિટી યોજના (આરસીએસ) શરૂ કરી હતી. વિવિધ મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક વિચાર-વિમર્શ કરી અને હિતધારકોની સાથે સલાહ – સૂચન કર્યા બાદ ઉડાન યોજના તૈયાર કરાઈ હતી. બજાર આધારિત વ્યવસ્થા દ્વારા ક્ષેત્રિય કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે આ યોજના વિશ્વભરમાં આ પ્રકારની પહેલી યોજના છે.

ઉડાન યોજના રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નીતિ (એસીએપી)નો એક મહત્વનો ભાગ છે જેને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 15 જૂન, 2016ના રોજ પ્રસ્તુત કરી કરી હતી.

ભારતીય એરપોર્ટ ઓથોરીટી (એએઆઈ) અમલીકરણ એજન્સી છે, જેણે આરસીએસ-ઉડાન અંતર્ગત પ્રાપ્ત 27 પ્રસ્તાવો માટે અનુબંધ પત્ર જારી કર્યા છે. એએઆઈ દ્વારા જે પ્રસ્તાવો પર નિર્ણય લેવાયો છે, તેની મુખ્ય બાબતો નીચે મુજબ છે :

હવાઈ મથકોને કનેક્ટ કરાશે : આ 27 પ્રસ્તાવો દ્વારા 27 વર્તમાન સેવા હવાઈ મથકો, 12 વર્તમાન ઓછી સેવારત હવાઈ મથકો અને વર્તમાન સમયમાં બિન સેવારત 31 હવાઈ મથકો (કુલ મળીને 70 હવાઈ મથકો)ને કનેક્ટ કરાશે.

ભૌગોલિક વિસ્તાર : આ પ્રસ્તાવો અંતર્ગત ભૌગોલિક વિસ્તાર ઘણો વધુ છે : પશ્ચિમ ભારતના 24 હવાઈ મથકો, ઉત્તર ભારતના 17 હવાઈ મથકો, દક્ષિણ ભારતના 11 હવાઈ મથકો, પૂર્વ ભારતના 12 હવાઈ મથકો અને પૂર્વોત્તર ક્ષેત્રના 6 હવાઈ મથકોને કનેક્ટ કરવાનો પ્રસ્તાવ છે. આ 27 પ્રસ્તાવો દ્વારા 22 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોને કનેક્ટ કરાશે.

રૂટ તેમજ નેટવર્ક : 16 સુવિચારિત પ્રસ્તાવ એકલ રૂટો (બે શહેરોને જોડનારા) અને 11 પ્રસ્તાવ નેટવર્કો (ત્રણ અથવા તેનાથી વધુ શહેરોને જોડનારા) સાથે સંબંધિત છે.

હવાઈ જહાજથી લગભગ 500 કિલોમીટરની એક કલાકની યાત્રા અથવા હેલિકોપ્ટરથી 30 મિનિટની યાત્રાનું ભાડુ વધુમાં વધુ 2500 રૂપિયા હશે. અલગ-અલગ દૂરી તેમજ લાંબા અંતરવાળા રૂટો પર હવાઈ સફરનું ભાડુ પ્રમાણસર આધાર પર નક્કી કરાશે.

AP/J.Khunt/GP                                                       



(Release ID: 1488671) Visitor Counter : 84


Read this release in: English