નાણા મંત્રાલય
નાણાં મંત્રીઃ ખેતીવાડીની આવક પર કરવેરા લાદવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી
प्रविष्टि तिथि:
26 APR 2017 12:18PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 25-04-2017
કેન્દ્રીય નાણાં મંત્રી શ્રી અરુણ જેટલીનું કૃષિની આવક પર કરવેરો લાદવાના વિષય પર નિવેદન નીચે મુજબ છેઃ
“મેં નીતિ આયોગના રિપોર્ટ ‘ઇન્કમ ટેક્સ ઓન એગ્રિકલ્ચર ઇન્કમ’માં ફકરાનો અભ્યાસ કર્યો છે. આ વિષય પર કોઈ પણ ગરબડ ટાળવા હું સ્પષ્ટપણે જણાવું છું કે ખેતીવાડીની આવક પર કરવેરો લાદવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી. અધિકારોની બંધારણીય ફાળવણી મુજબ ખેતીવાડીની આવક પર કરવેરો લાદવાની કામગીરી કેન્દ્ર સરકારના કાર્યક્ષેત્રમાં આવતી નથી.”
AP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1488658)
आगंतुक पटल : 183
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English