નીતિ આયોગ

26 એપ્રિલ, 2017ના રોજ પ્રકાશિત નીતિ આયોગના ડ્રાફ્ટ થ્રી યર એક્શન એજન્ડા સાથે સંબંધિત પ્રકાશિત અહેવાલોનો ખુલાસો

Posted On: 26 APR 2017 12:56PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 26-04-2017

 

26 એપ્રિલ, 2017ના રોજ કેટલાક અખબારી અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે નીતિ આયોગ કે તેના ડ્રાફ્ટ થ્રી યર એક્શન એજન્ડામાં ભલામણ કરવામાં આવી છે કે ભારતમાં ખેતીવાડીની આવક પર કરવેરો લાદવો જોઈએ, જેથી આવકવેરાનો વર્તમાન આધાર વધે. નીતિ આયોગ સ્પષ્ટપણે જણાવે છે કે આયોગ આવું કશું વિચારતું નથી કે 23 એપ્રિલ, 2017ના રોજ આયોજિત બેઠકમાં ગવર્નિંગ કાઉન્સિલને આપવામાં આવેલા ડ્રાફ્ટ એક્શન એજન્ડા ડોક્યુમેન્ટમાં કોઈ જગ્યાએ આવી ભલામણ કરવામાં આવી નથી.

નીતિ આયોગ નોંધે છે કે સભ્ય શ્રી વિવેક દેબ્રોયે ખેતીવાડી પર કરવેરો લાદવા માટે વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત છે, નહીં કે નીતિ આયોગના.

AP/J.Khunt/GP               



(Release ID: 1488657) Visitor Counter : 105


Read this release in: English