ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ છત્તીસગઢમાં સુકમા જિલ્લામાં સીઆરપીએફ જવાનો પર થયેલા હુમલાની નિંદા કરી
Posted On:
25 APR 2017 3:33PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 25-04-2017
ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. હામિદ અન્સારીએ છત્તીસગઢના સુકમા જિલ્લામાં સીઆરપીએફના જવાનો પર થયેલા હુમલાની નિંદા કરી છે. પોતાના સંદેશમાં, તેમણે કહ્યું કે આ રીતેના ઘૃણાસ્પદ અને જધન્ય કૃત્ય કોઈપણ રીતે વાજબી ના હોઈ શકે અને ગુનેગારોને પકડીને તેમના જધન્ય ગુના માટે દંડિત કરવા જોઈએ.
પોતાના સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે છત્તીસગઢના સુકમા જિલ્લામાં થયેલા હુમલાની બાબતમાં જાણીને મને ઘણું દુઃખ થયું છે, જેમાં સીઆરપીએફના અનેક જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ રીતે ઘૃણાસ્પદ અને અન્યાયપૂર્ણ કૃત્ય કોઈપણ રીતે વ્યાજબી ના હોઈ શકે. ગુનેગારોને પકડીને તેમના જધન્ય ગુના માટે દંડિત કરાવવા જોઈએ.
પોતાના કર્તવ્યનું પાલન કરવા પોતાના જીવનનું બલિદાન આપનારા આ સીઆરપીએફ જવાનોના શોક સંતપ્ત પરિવારો પ્રત્યે હું મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું અને ઘાયલોને ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું.
AP/J.Khunt/GP
(Release ID: 1488577)
Visitor Counter : 133