માહિતી અને પ્રસારણ મંત્રાલય

સરકાર માટે ઈન્સ્ટાગ્રામ ઉભરતા નવા ભારતની કહાનીની અભિવ્યક્તિ : શ્રી વેંકૈયા નાયડૂ

માહિતી અને પ્રસારણ મંત્રીએ ઈન્સ્ટાગ્રામ કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 20 APR 2017 5:50PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 20-04-2017

માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી એમ. વેંકૈયા નાયડુએ કહ્યું કે સોશલ મીડિયા સરકારની સંચાર આવશ્યકતાઓ તથા પ્રધાનમંત્રીના ન્યૂનત્તમ સરકાર, અધિકત્તમ શાસનના વિઝનને કાર્યાન્વિત કરવાનું શક્તિશાળી માધ્યમ છે. આ સુધારકારી પરિવર્તન લાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ અને ઉભરતા નવા ભારત માટે ઉત્પ્રેરક છે. સરકાર માટે આ સંચાર પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ઈન્દ્રધનુષ જેવું છે જેમાં નવા ઉભરતા ભારતની તસ્વીર જોઈ શકાય છે.

માહિતી અને પ્રસારણ મંત્રી આજે અહીં શ્રેષ્ઠ સરકારી સંચાર માટે ઈન્સ્ટાગ્રામ પર કાર્યશાળાનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા. આ અવસર પર માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોડ, પીઆઈબીના ડાયરેક્ટર જનરલ શ્રી ફ્રેંક નોરોન્હા તથા મંત્રાલય અને પીઆઈબીના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

ઈન્સ્ટાગ્રામની ભૂમિકાની ચર્ચા કરતા શ્રી નાયડૂએ કહ્યું કે આ માધ્યમ નાગરિકો તથા અન્ય હિતધારકો સાથે વિઝ્યુઅલ રૂપથી જોડાવાનું સરકાર માટે ઉચિત સ્થાન બની ગયું છે. જૂની કહેવત પ્રમાણે એક ચિત્ર હજાર શબ્દોથી પણ મૂલ્યવાન હોય છે, નું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે વિઝ્યુઅલ ચિત્રોના માધ્યમથી તહેવારો, સાંસ્કૃતિક આચાર, ક્ષેત્ર વિશેષ પરિધાનથી ભારતના વિવિધ રંગોને જોઈ શકાય છે. તેમણે ભાર આપતા જણાવ્યું કે પ્રધાનમંત્રી પોતે સોશલ મીડિયા પર વધુ સક્રિય રહે છે અને ફેસબુક, ટ્વીટર તથા ઈન્સ્ટાગ્રામ પર વિશ્વના સૌથી વધુ ફૉલો થતા નેતાઓમાંના એક છે.

 

શાસન સંચાલનમાં સોશલ મીડિયાના અવસરો અને પડકારોની ચર્ચા કરતાં શ્રી નાયડુએ કહ્યું કે સોશલ મીડિયા નીતિ નિર્માતાઓને કાર્યવાહી યોગ્ય સૂચના અને ઈનપુટ પ્રદાન કરે છે, જેથી શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય. બીજી તરફ સોશલ મીડિયાએ આખા વિશ્વમાં નાગરિકોની સરકાર પાસેથી અપેક્ષાઓ વધારી દીધી છે. નવા ડિજીટલ યુગમાં નાગરિકોને માત્ર માહિતીથી સંતોષ નથી, પરંતુ માહિતી પૂરી પાડવાની ઝડપ અને માહિતી મેળવવાની રીતોથી નાગરિક સંતુષ્ટ થાય છે. આજે સોશલ મીડિયા કાર્યવાહીને આકાર આપી રહ્યું છે અને સમાચાર ચેનલો તથા સમાચાર પત્રોમાં આદાન-પ્રદાનનો વિષય નક્કી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે નવા વિશ્વમાં લોકો જે રીતે એક-બીજા સાથે સંવાદ કરી રહ્યા છે, તેને જોતા સરકારને સફળ થવા માટે નવી રીતોથી સંચારનો પ્રયાસ કરવો જોઈએ.

માહિતી અને પ્રસારણ મંત્રીએ કહ્યું કે ભારત સરકાર કામકાજમાં સોશલ મીડિયાના સર્જનાત્મક અને પ્રણાલીગત ઉપયોગ માટે સંસ્થાગત રૂપ આપવાની દિશામાં કાર્ય કરી રહ્યું છે.

કાર્યશાળાનું આયોજન પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો તથા ઈન્સ્ટાગ્રામ તરફથી સંયુક્ત રૂપથી કરાયું હતું. ઈન્સ્ટાગ્રામે એશિયામાં પહેલી વખત આવી કાર્યશાળાનું આયોજન કર્યું છે. કાર્યશાળાનો ઉદ્દેશ્ય ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મની વિશેષતાઓ અને એપ્લીકેશન થી સરકારી અધિકારીઓને પરિચિત કરાવવાનો છે, જેથી સોશિયલ મીડિયા પર સરકાર શ્રેષ્ઠ સંવાદ કરી શકે અને પહોંચે.

 

AP/J.Khunt/GP                                                      


(Release ID: 1488313) Visitor Counter : 194


Read this release in: English