આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

સરકારે 3 વર્ષમાં શહેરી ગરીબોને મકાન પ્રદાન કરવા અગાઉ 10 વર્ષ દરમિયાન થયેલી કામગીરી કરતાં ઘણી સારી કામગીરી કરી છે : શ્રી વૈંકયા નાયડુ

ભાર, ધિરાણમાં વધારો, ઝડપ અને મંજૂરીથી ‘અલગ અભિગમ ધરાવતી સરકાર’ પુરવાર થઈ : મંત્રી શ્રી

ખાનગી જમીન પર એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સને પણ કેન્દ્રિય સહાય મળશે

વર્ષ 2019 સુધી 15 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તમામ માટે મકાનનો લક્ષ્યાંક પૂર્ણ કરશે અને બાકીનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વર્ષ 2022 સુધીમાં પૂર્ણ કરશે

ગુજરાતમાં 1,44,687 મંજુર મકાનોમાંથી 92,367 નિર્માણાધીન અને 28,070 મકાનોનું નિર્માણ થઇ ચુક્યું છે.

શ્રી નાયડુએ જણાવ્યું કે રેન્ટલ હાઉસિંગ પોલિસી ટૂંક સમયમાં જાહેર થશે, જે તમામ માટે મકાનનાં અભિયાનમાં પૂરક બનશે

રિયલ એસ્ટેટ કાયદાની તમામ જોગવાઈઓ નોટિફાઇ થઈ, બિલ્ડરોએ 1 મેથી 3 મહિનાની અંદર પ્રોજેક્ટની નોંધણી કરાવવી પડશે

Posted On: 20 APR 2017 5:47PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 20-04-2017

મકાન અને શહેરી ગરીબી નાબૂદી મંત્રી શ્રી એમ વૈંકયા નાયડુએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન શહેરી ગરીબોની મકાનની જરૂરિયાતો પૂર્ણ કરવા ઘણી કામગીરી કરી છે, જે અગાઉનાં 10 વર્ષમાં થઈ નહોતી. આ રીતે એનડીએ સરકાર લોકોની ઇચ્છા મુજબ અગાઉની સરકારથી અલગ છે.

શ્રી નાયડુએ જણાવ્યું હતું કે, શહેરી ગરીબોને સર્વસમાવેશક વિકાસનો લાભ લેવા સક્ષમ બનાવવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ માટે વર્ષ 2022 સુધી મકાન સુનિશ્ચિત કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) લોંચ કરી હતી અને આ માટે નીચેનાં પુરાવા આપ્યાં છેઃ

  1. પીએમએવાય (અર્બન) હેઠળ, છેલ્લાં બે વર્ષ કરતાં ઓછા ગાળામાં 2,008 શહેરો અને નગરોમાં 17,73,533 એફોર્ડેબલ મકાનો મંજૂર કરવામાં આવ્યાં છે, જ્યારે અગાઉનાં 10 વર્ષમાં 1,061 શહેરો માટે 13,82,768 મકાનો મંજૂર કરવામાં આવ્યાં હતાં;
  2. અત્યાર સુધી શહેરી ગરીબો માટે મકાનોનું નિર્માણ કરવા રૂ. 96,266 કરોડનું રોકાણ મંજૂર કરવામાં આવ્યું છે, જ્યારે 2004-14 દરમિયાન રૂ. 32,713 કરોડ મંજૂર કરવામાં આવ્યાં હતાં;
  3. પીએમએવાય (અર્બન) હેઠળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રૂ. 27,833 કરોડની કેન્દ્રિય સહાય મંજૂર કરવામાં આવી છે, જ્યારે અગાઉની સરકારે દાયકા દરમિયાન રૂ. 20,920 કરોડ મંજૂર કર્યા હતાં;
  4. પીએમએવાય (અર્બન)નો લાભ મધ્યમ આવક ધરાવતાં જૂથોને આપવામાં આવ્યો છે, જેથી વાર્ષિક રૂ. 18 લાખ સુધીની આવક ધરાવતાં લોકોને લાભ મળશે, જેથી સમાજનો મોટો વર્ગ આવરી લેવામાં આવશે;
  5. અગાઉની સરકારનાં સમયમર્યાદા વિનાનાં લક્ષ્યાંકથી વિપરીત તમામ માટે મકાનનું લક્ષ્યાંક પાર પાડવા 2022ની ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે; અને
  6. વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે આ સેગમેન્ટને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવો, એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સમાંથી નફાને આવકવેરામાંથી માફી આપવી જેવા પ્રોત્સાહનો વગેરે વિવિધ પગલાં મારફતે એફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરવામાં આવી છે

શ્રી નાયડુએ જણાવ્યું હતું કે, એફોર્ડેબલ હાઉસિંગમાં મોટા પાયે ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા તેમનું મંત્રાલય ખાનગી જમીન પર શરૂ થનાર પ્રોજેક્ટ્સ હેઠળ આર્થિક નબળાં વર્ગોનાં દરેક લાયક લાભાર્થીને રૂ. 1.50 લાખની કેન્દ્રિય સહાય આપવા વિચારે છે. અત્યાર સુધી મંત્રાલયે રાજ્ય સરકારો સાથે જોડાણમાં પીએમએવાય (અર્બન)નાં એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ કમ્પોનેન્ટ હેઠળ 5,83,427 મકાનોનાં નિર્માણને મંજૂરી આપી છે.

વર્ષ 2022 સુધીમાં તમામ માટે મકાનનો લક્ષ્યાંક પૂર્ણ કરવાની વ્યૂહરચના વિશે જણાવતાં શ્રી નાયડુએ માહિતી આપી હતી કે 15 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વર્ષ 2019 સુધી લક્ષ્યાંક બનાવવામાં આવ્યાં છે. આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો છેઃ કેરળ, હિમાચલપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, આંદમાન અને નિકોબાર ટાપુઓ, ચંદીગઢ, દાદર અને નગર હવેલી, દમણ અને દીવ તથા પુડુચેરી.

અન્ય મોટા રાજ્યોને વર્ષ 2018 સુધીમાં હાઉસિંગ દરખાસ્તો રજૂ કરવાનું કહેવાયું છે, જેથી મકાનોનું નિર્માણ લક્ષિત 2022 સુધીમાં પૂર્ણ થઈ શકે.

મંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે, પીએમએવાય (અર્બન) લોંચ થયાનાં 22 મહિનાની અંદર શહેરી ગરીબો માટે 97,489 મકાનોનું નિર્માણ થયું છે. શ્રી નાયડુએ પીએમએવાય (અર્બન)નાં અમલીકરણમાં અગ્રેસર રાજ્યોની માહિતી આપી હતી જે નીચે મુજબ છેઃ

 

રાજ્ય

નિર્માણ માટે મંજૂર એફોર્ડેબલ મકાનો

નિર્માણાધિન મકાનો

નિર્માણ પામેલ મકાનો

તમિલનાડુ

2,27,956

86,132

8,382

મધ્યપ્રદેશ

2,09,711

58,938

3,331

આંધ્રપ્રદેશ

1,95,047

54,082

2,892

કર્ણાટક

1,46,548

79,317

14,328

ગુજરાત

1,44,687

92,367

28,070

પશ્ચિમ બંગાળ

1,44,369

45,269

5,665

મહારાષ્ટ્ર

1,26,081

39,957

6,963

બિહાર

88,293

35,752

2,460

તેલંગાણા

82,985

20,640

776

ઝારખંડ

64,567

42,654

2,672

ઓડિશા

48,855

17,389

1,472

ત્રિપુરા

45,908

40,639

5,665

શહેરીકરણ સતત પ્રક્રિયા છે અને સ્થળાંતરણ દ્વારા સંચાલિત છે એ સંદર્ભમાં મકાનોની જરૂરિયાતો પૂર્ણ કરવા રેન્ટલ હાઉસિંગ સ્ટોકને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂકીને શ્રી નાયડુએ માહિતી આપી હતી કે, નેશનલ અર્બન રેન્ટલ હાઉસિંગ પોલિસી ટૂંક સમયમાં જાહેર થશે, જેનો ઉદ્દેશ સ્થળાંતરણ કરનાર કામદારો, વિદ્યાર્થીઓ, સિંગલ વર્કિંગ વિમેન વગેરેની જરૂરિયાતો પૂર્ણ કરવાનો છે. નીતિ સરકારી સાથસહકાર અને સરકારનાં ટેકા વિના બજાર સંચાલિત રેન્ટલ હાઉસિંગ સાથે સોશિયલ રેન્ટલ હાઉસિંગમાં રોકાણને પ્રોત્સાહન આપવાનાં પગલાં જણાવે છે. મંત્રીએ જણાવ્યું હતું કે, રેન્ટલ હાઉસિંગ તમામ માટે મકાનનાં મિશનમાં અસરકારક રીતે પૂરક બનશે.

શ્રી વૈંકયા નાયડુએ માહિતી આપી હતી કે, રિયલ એસ્ટેટ કાયદા, 2016ની બાકીની 32 જોગવાઈઓ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર ન ધરાવતાં ચાલુ પ્રોજેક્ટ્સની નોંધણી સાથે સંબંધિત છે, જેને ગઈકાલે રાત્રે નોટિફાઇડ કરવામાં આવી છે, જેમાં બિનપૂર્તતા માટે દંડ વગેરે સામેલ છે, જે આગામી મહિનાની પ્રથમ તારીખથી અમલમાં આવશે. તેમણે કહ્યું હતું કે, કાયદા હેઠળ પ્રોજેક્ટ્સ અને  રિયલ એસ્ટેટ એજન્ટોનું ત્રણ મહિનાની અંદર રેગ્યુલેટરી ઓથોરિટીઝમાં રજિસ્ટ્રેશન થશે.

મંત્રીએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી કે, રિયલ એસ્ટેટનાં નિયમો અને અન્ય સંસ્થાગત માળખું નિયત સમયમર્યાદામાં સ્થાપિત થવું જોઈએ, જેનાથી તેનો અમલ કરવા જનતાનું દબાણ વધશે.

શહેરી ગરીબોનાં મકાન પર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાની વાતનું પુનરાવર્તન કરતાં શ્રી નાયડુએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારે જરૂરી કામગીરી કરી છે અને હવે વર્ષ 2022 સુધી તમામને મકાન પ્રદાન કરવાની જવાબદારી મુખ્યમંત્રીઓની છે.

 

AP/J.Khunt/GP                                       


(Release ID: 1488311) Visitor Counter : 242


Read this release in: English