રેલવે મંત્રાલય

દિલ્હી-હાવડા સેક્શનના સર્વાધિક વ્યસ્ત માર્ગ પર રેલ ગાડીના સંચાલનને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ અને વિશાળ યાર્ડ રીમૉડલિંગ શરૂ થવાથી ઝડપ મળશે

ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ અને વિશાળ યાર્ડ રીમૉડલિંગને માત્ર 150 મિનિટના રેકોર્ડ સમયમાં શરૂ કરાયું

Posted On: 18 APR 2017 5:20PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 18-04-2017

 

રેલગાડી સંચાલનમાં સુધાર લાવવાના ઉદ્દેશ્યથી હાઈટેક સંરચના તૈયાર કરાઈ રહી છે. જેને ધ્યાનમાં રાખતા ઉત્તરપ્રદેશના દાદરી રેલવે સ્ટેશનમાં દિલ્હી – હાવડા સેક્શનના સૌથી વ્યસ્ત માર્ગ પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ અને વિશાળ યાર્ડ રીમૉડલિંગ શરૂ કરી દેવાઈ છે. આ ક્ષેત્ર ઉત્તર મધ્ય રેલવેના આગરા ડિવિઝનમાં છે. આ પરિયોજના ભારતીય રેલ નેટવર્કના આધુનિકીકરણની પ્રક્રિયાનો ભાગ છે.

ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં 318 રૂટ આવે છે. જેના અંતર્ગત આધુનિક સિગ્નલ પ્રણાલીને અપનાવાઈ છે. આમાં કેન્દ્રીય પરિચાલન સામેલ છે જેમાં 45 સિગ્નલ, 74 પોઈન્ટ્સ અને 176 ટ્રેક સર્કિટ સંબંધી વિશાળ યાર્ડ રીમૉડલિંગની સુવિધા છે. બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે આ આખા કાર્યને 16 એપ્રિલ, 2017થી રેકોર્ડ 150 મિનિટમાં પૂર્ણ કરી દેવાયું છે. આ કાર્ય ઉત્તર મધ્ય રેલવેના મહાપ્રબંધક શ્રી એમ. સી. ચૌહાણના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધું છે.

દાદરી, ઉત્તર મધ્ય રેલવેનું એક મહત્વપૂર્ણ યાર્ડ છે. જે 6 કિલોમીટરથી વધુ મોટા ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ દિલ્હી – હાવડા સેક્શનના સૌથી વ્યસ્ત રૂટ પર સ્થિત છે અ એનટીપીસી સંયંત્ર તથા કન્ટેનર ડેપો સાથે જોડાયેલું છે.

આની શરૂઆતની સાથે અલીગઢ – ગાઝિયાબાદ સેક્શનની વચ્ચે ત્રીજી લાઈનને દાદરી યાર્ડ દ્વારા શરૂ કરાઈ છે જેથી ગાડીઓના પરિચાલનમાં સુધાર થયો છે. પહેલા આ ઉપલબ્ધ નહોતું. આ ઉપરાંત દાદરી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક, બે અને ત્રણ તથા નવા પ્લેટફોર્મ નંબર ચાર સુધી સુવિધાને વિસ્તારવામાં આવી છે. આ ચારેય પ્લેટફોર્મને નવા ફૂટઓવર બ્રિજ સાથે જોડી દેવાયા છે જેનાથી સ્ટેશન પર યાત્રી સુવિધાઓમાં વધારો થયો છે.

 

AP/J.Khunt/GP      



(Release ID: 1488131) Visitor Counter : 87


Read this release in: English