PIB Headquarters

2016-17 ના વર્ષ દરમિયાન નાબાર્ડ, ગુજરાત દ્વારા પાછલા વર્ષની સરખામણીમાં 38%ના વધારા સાથે રૂ.16,470 કરોડની નોંધપાત્ર કામગીરી

Posted On: 18 APR 2017 1:49PM by PIB Ahmedabad

અમદાવાદ, 17-04-2017

 

1. ગ્રામીણ ક્ષેત્રમાં આધારભૂત માળખાનું સર્જન

નાબાર્ડ દ્વારા ગુજરાત સરકારને સૌની લિન્ક 2 અને 4, કડાણા જળાશયમાંથી લિફ્ટ ઇરીગેશન યોજના અને પીવાના પાણી માટે સરદાર સરોવરની કેનાલ આધારિત યોજનાઓ માટે રૂ. 2274 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ સાથે આરઆઇડીએફ અંતર્ગત ગુજરાત સરકારને રૂ. 22045 કરોડની કુલ રકમ મંજૂર કરવામાં આવી છે. આનો 64% હિસ્સો સિંચાઇ યોજનાઓ માટે જાય છે. ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન આરઆઇડીએફની વિવિધ યોજનાઓ માટે ગુજરાત સરકારને ચૂકવેલ રકમ રૂ. 2118 કરોડ છે.

નાબાર્ડ દ્વારા 2016-17 ના વર્ષ દરમિયાન ઊભા કરાયેલ લાંબા ગાળાની સિંચાઇ યોજનાઓ માટેના  ફંડ (એલટીઆઇએફ) અંતર્ગત ગુજરાત સરકારને રૂ. 3611 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. આ મંજૂર કરેલ રકમ સામે ગુજરાત સરકારે રૂ. 624 કરોડની રકમનો ઉપાડ કર્યો છે.

રાજ્ય સરકારની માલિકીની સંસ્થાઓને નાબાર્ડ દ્વારા આધારભૂત માળખાના પ્રોજેકટ માટે રૂ.1704 કરોડની મંજૂર રકમ સામે માર્ચ 2017 સુધીમાં રૂ.574 કરોડની રકમનો વપરાશ થયો છે.

 

2. પાક ઉત્પાદન માટે પુનઃ વિતરણ સહાયતા

ખેડૂતોને પાક ઉત્પાદન માટે સહકારી બેંકોં અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોને અત્યાર સુધીમાં સૌથી વધુ રૂ. 9241 કરોડની પુનઃ વિતરણ જોગવાઈ પૂરી પાડવામાં આવી છે. સહકારી બેંકોં અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોં દ્વારા રાજયમાં પાક ઉત્પાદન માટે તેમના દ્વારા પૂરી પાડેલ રકમ માટે વ્યાજ સહાય પેટે  રૂ.133 કરોડ અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોને લોનની સમયસર ચુકવણી માટે 3% ના દરે રૂ. 9 કરોડ 41,000 ખેડૂતો માટે આપ્યા છે.

 

3. ખેતી વિષયક અને બિન ખેતી વિષયક ક્ષેત્રોમાં મૂડી સર્જન માટે જોગવાઈ

નાબાર્ડ દ્વારા પુનઃ વિતરણ જોગવાઈની રકમ રૂ. 3433 કરોડ હતી જે પાછલા વર્ષની સરખામણીમાં 23%ના વધારા સાથે અત્યાર સુધીમાં સૌથી વધુ છે.

 

4. કાપણી લણણી (Post Harvest) ના સંગ્રહ માટે માળખું તૈયાર કરવા માટે સહાય

કાપણી લણણીના સંગ્રહ માટે માળખું તૈયાર કરવાના હેતુથી ચાલુ વર્ષ દરમિયાન 5000 MT ની ક્ષમતાનો કોલ્ડ સ્ટોરેજ પ્રોજેકટ નાબાર્ડના વેરહાઉસ ઇનફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત પૂર્ણ કરવામાં આવેલ છે. વર્ષ દરમિયાન આ ફંડ અંતર્ગત રૂ. 26.40 કરોડની રકમ ચૂકવવામાં આવી છે. તદુપરાંત સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં મેગા ફૂડ પાર્કની સ્થાપના માટે પ્રોજેકટ મંજૂર કરવામાં આવ્યો છે અને તે અમલીકરણના તકક્કામાં છે.

આ ઉપરાંત એક અલગ ઋણ શ્રેણીમાં ગુજરાત સહકારી દૂધ ખરીદ વેચાણ સંઘ (જીસીએમએફએફ) ને 31 માર્ચ 2017 સુધીમાં રૂ. 215 કરોડ સુધીની નાણાકીય જોગવાઈ પૂરી પાડવામાં આવી છે જેની અત્યાર સુધીની મંજૂર  કરેલી રકમ રૂ.1800 કરોડ અને ચૂકવેલ રકમ રૂ.1083 કરોડ છે.

 

5. નાણાંકીય સમાવેશનની પહેલ

વર્ષ દરમિયાન નાણાંકીય સમાવેશન અંતર્ગત વિવિધ કાર્યક્રમો જેવા કે કાર્યક્ષમતાનો વિકાસથી લઈએ પ્રૌદ્યોગિક વિજ્ઞાનને અપનાવવા માટે, જેમ કે ગ્રામીણ સહકારી સંસ્થાઓની શાખાઓમાં સીબીએસ, રૂપેકિસાન ક્રેડિટ કાર્ડને જારી કરવા માઇક્રો એટીએમનો ફેલાવો, એટીએમ અને પોસ (POS), ગ્રામીણ શાખાઓમાં વી-ટ કનેક્ટિવિટી, નાણાંકીય સાક્ષરતા પ્રોગ્રામનો ફેલાવો, જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

 

6. આબોહવાના ફેરફારને ઘટાડવું

ક્લાઇમેટ ચેન્જ એડેપ્ટેશન ફોર નેચરલ રિસોર્સ ડિપેન્ડન્ટ કોમ્યુનિટિસ ઇન કચ્છ, ગુજરાતપ્રોજેકટ ગુજરાત ઇકોનોમિક્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (જીઇઇઆર) ફાઉંડેશન ને મંજૂર કરેલ છે.

ગુજરાતમાં આબોહવાના ફેરફાર ઋણ હેઠળ મંજૂર કરેલ સૌ પ્રથમ પ્રોજેકટ છે. પ્રોજેકટનું કુલ મૂડી રોકાણ રૂ.21.36 કરોડ છે.

 

7. ઋણ આયોજન

નાબાર્ડ રાજ્યના દરેક જિલ્લાના સંભવિત ઋણને પોટેન્શિયલ લિંક્ડ ક્રેડિટ પ્લાન (પીએલપી) હેઠળ તૈયાર કરે છે. સ્ટેટ ફોકસ પેપરના નામે તૈયાર કરાતા એક દસ્તાવેજ હેઠળ આ બધાજ સંભવિત ઋણને એકત્રિત કરવામાં આવે છે. વર્ષ 2017-18 ના વર્ષ દરમિયાન રાજયનું કુલ સંભવિત ઋણ રૂ.1,16,354 કરોડ છે.

ખેડૂતોની આવકને બમણી કરવાના હેતુથી એક વ્યૂહરચના ઘડવા માટે દાહોદ, નવસારી, જુનાગઢ અને બનાસકાંઠામાં એક દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ખેડૂતોની આવકમાં સુધારો કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

 

8. પાણી ઝુંબેશ

પાણીના સંગ્રહ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે પાણી ઝુંબેશ 2017-18 અંતર્ગત 22 માર્ચ 2017 ના રોજ એક રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન કરાયું હતું જેમાં પાણી ઝુંબેશમાં સક્રિય ભૂમિકા ભજવનારાઓની પાણીના સંગ્રહમાં તેમના નોંધનીય યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું.  નાબાર્ડ જિલ્લા કક્ષાએ પણ આવા કાર્યક્રમોનું આયોજન કરશે.

 

9. સ્વ સહાય જૂથનું આંકડાકીયકરણ

મહેસાણા જીલ્લાના લગભગ 7000 સ્વ સહાય જૂથોના આંકડાકીયકરણ માટે એક પ્રાયોગિક પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે.

 

 

AP/J.Khunt/GP              



(Release ID: 1488088) Visitor Counter : 270


Read this release in: English