રસાયણ અને ખાતર મંત્રાલય
આર્જેન્ટીના ખાતે મહત્વની બેઠકો યોજતા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા
Posted On:
18 APR 2017 1:44PM by PIB Ahmedabad
અમદાવાદ, 17-04-2017
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શીપીંગ, રસાયણ અને ખાતર રાજ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા હાલ આર્જેન્ટીના અને બ્રાઝિલના પ્રવાસે છે. આ દરમિયાન પ્રથમ દિવસે મહત્વની ત્રણ બેઠકો યોજવામાં આવી હતી.
પ્રથમ બેઠક આર્જેન્ટીનાની બ્યુનોસ એરેસ યુનિવર્સીટીના પ્રતિનિધિઓ સાથે યોજાઈ હતી. જેમાં ભારત સરકાર દ્વારા CIPET અને યુનિવર્સીટી વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા હતા. આ MOUથી ભવિષ્યમાં સ્ટુડન્ટ અને ફેકલ્ટી એકસચેન્જ શક્ય બનશે તથા પોલીમર મટીરીયલના ઉચ્ચ સંશોધનો સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવશે.
બીજી બેઠક આર્જેન્ટીનાના ઉત્પાદન મંત્રી સાથે યોજાઈ હતી. જેમાં બાયોપોલીમર અને બાયોપોલીમર આધારીત પ્લાસ્ટીકના સંશોધન, ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફર અંગે મહત્વની ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત દહેજ ખાતેના પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રીઝીયન ખાતે રોકાણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ત્રીજી બેઠક લેટીન અમેરીકન એસોસીએશન ઓફ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલના પ્રતિનિધિઓ સાથે યોજવામાં આવી હતી. જેમાં પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રીઝીયનમાં મૂડી રોકાણ અંગે ચર્ચા થઇ હતી. ઉપરાંત બન્ને દેશો વચ્ચે ટેકનોલોજી ટ્રાન્સફર સંશોધન ક્ષેત્રે સહયોગ સ્થાપિત કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ‘ઇન્ડીયા કેમ-2018’ એક્ષ્પોમાં ભાગ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તેમ એક નિવેદનમાં કેન્દ્રીય મંત્રીશ્રીના કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે.
AP/J.Khunt/GP

(Release ID: 1488087)
Visitor Counter : 88