રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિએ ડૉ. અખિલેશ દાસના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 13 APR 2017 3:46PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 12-04-2017

               

રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ વયોવૃદ્ધ સાંસદ, શિક્ષણવિદ અને સમાજસેવી ડૉ. અખિલેશ દાસના નિધન પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે.

તેમના ધર્મપત્ની શ્રીમતી અલકા દાસને આપેલા પોતાના શોક સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે લાંબા વર્ષો સુધી મારા સહયોગી અને મિત્ર તેમજ તમારા પતિ ડૉ. અખિલેશ દાસના નિધનના સમાચાર સાંભળીને મને ખૂબ દુઃખ પહોંચ્યું છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે વયોવૃદ્ધ સાંસદ, શિક્ષણવિદ અને સમાજસેવી ડૉ. અખિલેશ દાસે સ્ટીલ મંત્રાલયમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ઉપરાંત વિવિધ પદો પર રાષ્ટ્રની સેવા કરી. લખનૌ મેયરના રૂપમાં ડૉ. દાસે શહેરના વિકાસમાં વ્યાપક રૂપથી યોગદાન આપવા ઉપરાંત એક સક્ષમ વહીવટના રૂપમાં કાર્ય કરવાની પ્રતિષ્ઠા પણ મેળવી. રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમના નિદનથી રાષ્ટ્રએ એક લોકપ્રિય વ્યક્તિત્વ ગુમાવી દીધું છે અને તેમની સેવાઓ લાંબા સમય સુધી યાદ કરાશે.

રાષ્ટ્રપતિએ દિવંગત ડૉ. અખિલેશ દાસના પરિવારના દરેક શોકસંતપ્ત સભ્યોને આ અપૂરણીય ખોટ સહન કરવાની શક્તિ આપવા માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરી.

 

AP/J.Khunt/GP              


(Release ID: 1487849) Visitor Counter : 100


Read this release in: English