મંત્રીમંડળ

મંત્રીમંડળે આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી (આઇઆઇપીઇ) સ્થાપિત કરવાની મંજૂરી આપી

Posted On: 12 APR 2017 8:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સંસદના કાયદા મારફતે રાષ્ટ્રીય મહત્વપૂર્ણ સંસ્થા તરીકે આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી (આઇઆઇપીઇ) સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. સંસ્થા આઇઆઇટીની જેમ કાયદેસર ડિગ્રી આપવા સંચાલન માળખું ધરાવશે. સંસ્થાને પેટ્રોલિયમ અને ઊર્જા અભ્યાસમાં ઉત્કૃષ્ટતાનું કેન્દ્ર બનાવવા જરૂરી દરજ્જો આપવા અલગથી એક કાયદો પસાર કરવામાં આવશે.

મંત્રીમંડળે આઇઆઇપીઇ સ્થાપિત કરવા મૂડીગત ખર્ચ તરીકે રૂ. 655.46 કરોડના ભંડોળની અને એન્ડાઉમેન્ટ ફંડ માટે રૂ. 200 કરોડની મંજૂરી આપી છે (એન્ડાઉમેન્ટ ફંડ માટે ઓઇલ કંપનીઓ પાસેથી રૂ. 200 કરોડના વધારાના પ્રદાન તરીકે).

આંધ્રપ્રદેશ પુનર્ગઠન કાયદા, 2014ના 13માં પરિશિષ્ટ મુજબ, આ સંસ્થા સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો હતો. તેનો ઉદ્દેશ પેટ્રોલિયમ સેક્ટર માટે કુશળ માનવઊર્જાના પુરવઠા અને માગમાં ગુણવત્તાયુક્ત અને સંખ્યાત્મક ફરકને દૂર કરવાનો હતો તથા સેક્ટરની વૃદ્ધિ માટે સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો હતો. આઇઆઇપીઇની શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓને સંસ્થાની સેક્ટર સંબંધિત પ્રવૃત્તિઓની નિકટતાનો લાભ મળશે, જેમ કે કેજી-બેઝિન, વિશાખાપટ્ટનમ રિફાઇનરી અને કાકિનાડામાં આયોજિત પેટ્રોકેમિકલ સંકુલ.


પૃષ્ઠભૂમિ:

આંધ્રપ્રદેશ સરકારે વિશાખપટ્ટનમ જિલ્લામાં સબ્બાવરમ મંડળમાં આઇઆઇપીઇ સ્થાપિત કરવા મફત 200 એકર જમીન ફાળવી છે. આઇઆઇપીઇને એપી સોસાયટી નોંધણી કાયદા, 2001 હેઠળ 18/04/2016ના રોજ સોસાયટી તરીકે નોંધવામાં આવી છે. આઇઆઇપીઇનું કામચલાઉ કેમ્પસ આંધ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, જેમાં શૈક્ષણિક સત્ર 2016-17 હેઠળ બે અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ સાથે શરૂ થયું છે – પેટ્રોલિયમ એન્જિનીયરિંગ એન્ડ કેમિકલ એન્જિનીયરિંગ (બંને ક્ષમતા 50-50 વિદ્યાર્થીઓની). આઇઆઇટી, ખડગપુરે સંસ્થાનું સંચાલન કરવાની જવાબદારી લીધી છે.


(Release ID: 1487815) Visitor Counter : 90


Read this release in: English