મંત્રીમંડળ

મંત્રીમંડળે વિદેશ વેપાર નીતિ (એફટીપી) 2004-09 હેઠળ ટાર્ગેટ પ્લસ સ્કીમ (ટીપીએસ) સાથે સંબંધિત સર્વોચ્ચ અદાલતના ચુકાદાના અમલને મંજૂરી આપી

Posted On: 12 APR 2017 8:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2006ના સિવિલ એપ્લિકેશન નંબર 554માં ટાર્ગેટ પ્લસ સ્કીમ (ટીપીએસ) 2004-09 સાથે સંબંધિત 27 ઓક્ટોબર, 2015ના રોજ આવેલા સર્વોચ્ચ અદાલતના ચુકાદાના અમલીકરણને મંજૂરી આપવામાં આવી છે.

આદરણીય સર્વોચ્ચ અદાલતના ચુકાદામાંથી ટીપીએસ હેઠળ આવકને આશરે રૂ. 2700 કરોડની અસર થશે.

વર્ષ 2005-06 માટે એફટીપી હેઠળ શરૂઆતમાં નોટિફાઇ કરાયેલી ટીપીએસ યોજનાની જોગવાઈઓ મુજબ અને સમગ્ર દેશમાં વિદેશી વેપારની નીતિ 2004-09ની જોગવાઈઓ મુજબ, તમામ અરજદાર નિકાસકારોને લાભ આપવામાં આવે છે.

ટાર્ગેટ પ્લસ સ્કીમ (ટીપીએસ) 2005-06નો આંશિક રીતે અમલ થઈ રહ્યો છે. જોકે પશ્ચાતવર્તી નોટિફિકેશનના પરિણામ સ્વરૂપે અસ્વીકાર્ય થયેલા દાવાઓ હવે 2006ની સીએ નંબર 554માં સર્વોચ્ચ અદાલતની સૂચના મુજબ સેટલ કરવામાં આવશે. યોજના 01.04.2006થી બંધ કરવામાં આવી છે.

દાવાઓનો વિચાર તારીખ 20.02.2006 તારીખના નોટિફિકેશન નંબર 48 સુધી ઓરિજિનલ નોટિફિકેશન અને 12.8.2006ની તારીખના નોટિફિકેશન નંબર 8 મુજબ કરવામાં આવશે. દાવાઓને પ્રક્રિયા માર્ગદર્શિકાઓ અને પદ્ધતિઓ મહેસૂલ વિભાગ સાથે ચર્ચાવિચારણા કરીને ડીજીએફટી હેડક્વાર્ટર દ્વારા હાથ ધરવામાં આવશે તથા મંત્રીમંડળની મંજૂરીની તારીખથી એક વર્ષમાં પૂર્ણ કરવાની દરખાસ્ત છે.

સુધારણાત્મક પગલું સરકાર સાથે વિવિધ દાવાઓનો અંત લાવશે અને ટીપીએસ હેઠળ દાવાઓ આદરણીય સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું પાલન કરીને વિદેશી વેપાર નીતિ હેઠળની મૂળ જોગવાઈઓ મુજબ ઇશ્યૂ થશે.

પૃષ્ઠભૂમિ

સિવિલ અપીલ નંબર 554/2007 ટાઇટલ્ડ ડીજીએફટી વિરૂદ્ધ કનક એક્ષ્પોર્ટ્સ એન્ડ ઓર્સમાં, આદરણીય સર્વોચ્ચ અદાલતે 27.10.2015નાં તેના ચુકાદામાં નિકાસ સંવર્ધન માટે ટાર્ગેટ પ્લસ સ્કીમ પર ચુકાદો આપ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, નોટિફિકેશન નંબર 48/2005, 20 ફેબ્રુઆરી, 2006 (ચોક્કસ ઉત્પાદનો ગેરલાયક ઠર્યા હતા) અને નોટિફિકેશન નંબર 8/2006 તારીખ 12 જૂન, 2006 (રેટ અગાઉના 5, 10 અને 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યા હતા), જે ટાર્ગેટ પ્લસ સ્કીમ (ટીપીએસ) સાથે સંબંધિત છે, જેને પશ્ચાતવર્તી અસરથી લાગુ ન કરી શકાય અને તેઓ ઇશ્યૂ થયાની તારીખથી જ લાગુ ગણાશે.



(Release ID: 1487787) Visitor Counter : 47


Read this release in: English