મંત્રીમંડળ
કેબિનેટે એર ફોર્સ સ્ટેશન કાનપુરમાં શાળાના મકાન નિર્માણ માટે સૈન્યની 6.5628 એકર જમીન લીઝ પર કેન્દ્રીય વિદ્યાલય સંગઠનને આપવાની મંજૂરી આપી
प्रविष्टि तिथि:
12 APR 2017 8:27PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે એરફોર્સ સ્ટેશન કાનપુર (એએફએસ કાનપુર) ખાતેના કેન્દ્રીય વિદ્યાલય સંગઠનને સૈન્યની 6.5628 એકર જમીન લીઝ પર આપવાની મંજૂરી આપી દીધી છે. તેનો ઉપયોગ અગાઉ 16.06.2011ના નિર્ણય, કે જેમાં એએફએસ, કાનપુરને સૈન્યની 8.90 એકર જમીન આપવાની મંજૂરી આપવામાં આવેલી હતી, તેમાં કેટલાક સુધારા સાથે શાળાના મકાનના નિર્માણ માટે તેમજ અન્ય સંલગ્ન બાંધકામ માટે કરવામાં આવશે.
સૈન્યની જમીન લીઝ પર મામૂલી ભાડા વાર્ષિક 1 રૂપિયાના ભાડા પટ્ટે આ વિષયમાં રહેલી કોઈપણ વર્તમાન સરકારી નીતિઓના પ્રીમીયમ ભર્યા વગર આપવામાં આવી છે. શાળા માટેના મકાન બાંધકામનું નિર્માણ કેવીએસ દ્વારા તેમના નીતિ નિયમો અને તેમના પોતાના ફંડમાંથી કરવામાં આવશે.
એએફએસ કાનપુર ખાતે કેન્દ્રીય વિદ્યાલય એક અસ્થાયી બેરેક જેવી જગ્યા કે જે શાળાના સ્થાપેલા ચોક્કસ નીતિનિયમોને પણ સંપૂર્ણ રીતે પૂરી નથી કરતી, તેમાં ઓગસ્ટ 1985થી ચાલી રહી છે. વર્તમાન જગ્યા વધેલા વિદ્યાર્થીઓની સંખ્યા અને જરૂરી સગવડોને પૂરી પાડવા માટે લાયક નથી રહી. જમીનનું આ હસ્તાંતરણ કેવીએસને શિક્ષકો તથા વિદ્યાર્થીઓ બંને માટે જરૂરી તમામ સગવડો અને જરૂરિયાતો સાથે પોતાની શાળાના નવા મકાનનું નિર્માણ કરવા માટે સક્ષમ બનાવશે.
કેવીએસને જમીન હસ્તાંતર કરવાની ઔપચારિકતા બે મહિનાની અંદર પૂરી કરવામાં આવશે. ત્યારબાદ કેવીએસ લીઝ પરની જમીન પર પોતાના સ્પષ્ટિકરણો અને પોતાના ખર્ચે શાળાના મકાન વગેરેનું નિર્માણ કરશે.
(रिलीज़ आईडी: 1487780)
आगंतुक पटल : 224
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English