યુવા બાબતો અને રમત મંત્રાલય
ભારત-ઓસ્ટ્રેલિયાએ મુંબઈમાં ખેલ ભાગીદારી શરૂ કરી
Posted On:
12 APR 2017 5:14PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 12-04-2017
રમતના ક્ષેત્રમાં સહયોગ વધારવાના ઉદ્દેશ્ય સાથે ભારત અને ઓસ્ટ્રેલિયાએ આજે મુંબઈમાં ખેલ ભાગીદારીની શરૂઆત કરી છે. યુવા બાબતો અને રમત-ગમત મંત્રી શ્રી વિજય ગોયલ તથા ભારતની યાત્રા પર આવેલા ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી શ્રી મેલ્કોલ્મ ટર્નબુલ દ્વારા શરૂ કરાયેલી આ ભાગીદારીથી ભારત-ઑસ્ટ્રેલિયાની વચ્ચે ચાર ક્ષેત્રોમાં સહયોગ વધશે. આ ક્ષેત્ર છે – એથલીટ અને કોચ પ્રશિક્ષણ તથા વિકાસ, રમત વિજ્ઞાન, રમત વહીવટ અને પ્રમાણિકતા તથા જમીની સ્તર પર ભાગીદારી. ભાગીદારી શરૂ કરવાના અવસર પર મહાન ક્રિકેટ ખેલાડી સચિન તેડુલકર પણ ઉપસ્થિત હતા.
આ અવસર પર ખેલ મંત્રી શ્રી વિજય ગોયલે કહ્યું, કે “આપણે રમતના ક્ષેત્રમાં ઑસ્ટ્રેલિયા પાસેથી ઘણું શીખવાનું અને વહેંચવાનું છે. ભારત – ઑસ્ટ્રેલિયા રમત ભાગીદારીથી બંને દેશોના એથલીટ, કોચ, તકનીકી અધિકારી, રમત વિજ્ઞાનિકોને એક બીજાના દેશમાં આવાગમનની સરળતા રહેશે.”
તેમણે કહ્યું કે ભારતે રમતને સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થાની સાથે-સાથે શિક્ષાના એક મહત્વપૂર્ણ ઘટકના રૂપમાં લેવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું, “અમે જમીની સ્તર પર રમત સંસ્કૃતિ વિકસિત કરવા માટે પ્રમુખ જમીની સ્તરના કાર્યક્રમો – ખેલો ઈન્ડિયા શરૂ કર્યો છે. અમે સ્કૂલોમાં રમતને ફરજિયાત વિષયના રૂપમાં શરૂ કરવાની યોજના બનાવી છે.”
મંત્રી મહોદયે કહ્યું કે રાષ્ટ્રીય ખેલ પ્રતિભા ઓળખ અને વિકાસ પોર્ટલ ઝડપથી શરૂ કરાશે.
ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મેલ્કોલ્મ ટર્નબુલે કહ્યું કે નવી ભાગીદારી અંતર્ગત ઑસ્ટ્રેલિયન ઈન્સ્ટીટ્યૂટ ઑશ સ્પોર્ટની સમાન રાષ્ટ્રીય ખેલ વિશ્વવિદ્યાલયની સ્થાપનામાં સહાયતા માટે વિક્ટોરિયા અને કૈનબરા વિશ્વવિદ્યાલય ભારતની સાથે કાર્ય કરશે.
શ્રી ટર્નબુલે અને શ્રી ગોયલે મુંબઈની ઝુગ્ગી – વસ્તિના એ યુવા છોકરીઓ સાથે પણ વાતચીત કરી જેમણે અપનાલય સંસ્થા દ્વારા રમત શીખવાડાય છે અને સચિત તેડુંલકરના સાસુ સુશ્રી એન્નાબેલ મહેતા આ સંસ્થા સાથે જોડાયેલા છે. ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ આ કાર્યની પ્રશંસા કરતા કહ્યું કે રમતથી સામાજિક મૂડી નિર્મિત થાય છે.
પોતાની ચાર દિવસની યાત્રા સંપન્ન કરતા શ્રી ટર્નબુલે કહ્યું કે આર્થિક મહાશક્તિના રૂપમાં વિકસિત થઈ રહેલું ભારત હવે આ ક્ષેત્રમાં અત્યધિક મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે “મારી યાત્રાનો ઉદ્દેશ્ય ઑસ્ટ્રેલિયા અને ભારતની વચ્ચે આર્થિક, રમત-ગમત, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને શિક્ષણના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત કરવાનો છે.”
AP/J.Khunt/GP
(Release ID: 1487696)
Visitor Counter : 209