જળ સંસાધન મંત્રાલય

ગંગા અધિનિયમના પ્રારૂપ પર માલવીય સમિતિએ રીપોર્ટ પ્રસ્તુત કર્યો

ઉમા ભારતીએ આને ઐતિહાસિક ક્ષણ ગણાવી

Posted On: 12 APR 2017 3:49PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 12-04-2017

 

ગંગા અધિનિયમનો પ્રારૂપ તૈયાર કરવા માટે રચાયેલી માલવીય સમિતિએ આજે (12-4-2017) નવી દિલ્હીમાં પોતાનો રીપોર્ટ કેન્દ્રીય જળ સંસાધન, નદી વિકાસ તેમજ ગંગા સંરક્ષણ મંત્રી સુશ્રી ઉમા ભારતીને સોંપ્યો. રીપોર્ટ સ્વીકારતા સુશ્રી ભારતીએ આને એક ‘ઐતિહાસિક’ ક્ષણ ગણાવી અને કહ્યું કે હું આને સ્વીકારતા ખુબ આનંદ અનુભવું છું.’ તેમણે કહ્યું કે મોદી સરકાર દરેક સંબંધિત પક્ષો સાથે આના પર વ્યાપક વિચાર વિમર્શ બાદ આને ઝડપથી કાયદાનું રૂપ આપશે. સુશ્રી ભારતીએ પોતાના મંત્રાલયને સચિવને નિર્દેશ આપ્યો કે તેઓ રિપોર્ટનું ઝિણવટપૂર્વક અધ્યયન કર્યા બાદ તાત્કાલિક એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરે અને આ સમિતિ ઝડપથી પોતાનો રીપોર્ટ આપે. મંત્રી મહોદયે આશા વ્યક્ત કરી કે આ રિપોર્ટમાં ગંગાની અવિરલતા તેમજ નિર્મળતાને ધ્યાનમાં રાખતા પર્યાપ્ત જોગવાઈ કરાઈ છે.

સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ શ્રી ગિરિધર માલવીય (સેવાનિવૃત્ત)એ કહ્યું કે એક મોટી મહત્વપૂર્ણ જવાબદારી હતી જેને સમિતિના સભ્યોએ યોગ્ય નિભાવી છે. તેમણે કહ્યું કે આ કાર્યમાં તેમણે કેન્દ્રીય જળ સંસાધન મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનનો પૂર્ણ સહયોગ મળ્યો હતો.

સમિતિએ પોતાના રિપોર્ટમાં ગંગાની નિર્મળતા તેમજ અવિરલતાને સુનિશ્ચિત કરવા માટે પર્યાપ્ત જોગવાઈ કરી છે. રિપોર્ટમાં ગંગાના સંસાધનોનો ઉપયોગ કરવાની બાબતમાં જવાબદારી તેમજ જવાબદેહી નક્કી કરવાની બાબતમાં કેટલીક કડક જોગવાઈઓનો ઉલ્લેખ છે. સમિતિએ પોતાનો રીપોર્ટ તૈયાર કરવાનો સમય રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનને પાસ કરવામાં ઉપલબ્ધ કાયદાના પ્રારૂપોનું પણ અધ્યયન કર્યું છે.

 

AP/J.Khunt/GP              


(Release ID: 1487663) Visitor Counter : 173


Read this release in: English