મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

નવી ટેક્સી નીતિના દિશા-નિર્દેશોમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા મહિલાઓ માટે ભલામણ કરાયેલા ટેક્સી સુરક્ષા ઉપાય પણ સામેલ

Posted On: 12 APR 2017 3:54PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 12-04-2017

 

ટેક્સી સેવાઓનો લાભ લેનારી મહિલાઓની સુરક્ષાની બાબતમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ભલામણ કરાયેલા સુરક્ષા ઉપાયોને નવી ટેક્સી નીતિના દિશા-નિર્દેશોમાં સામેલ કરાયા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મેનકા સંજય ગાંધીએ આ ઉપાયોની ભલામણો સડક પરિવહન અને રાજમાર્ગ તથા શિપિંગ મંત્રાલયને કરી છે.

સોશિયલ મીડિયા પર શ્રીમતી મેનકા ગાંધીને ટેક્સીઓમાં મહિલાઓના જાતિય હુમલા અંગે કેટલીક બાબતોના વિષયમાં માહિતગાર કરાતા આ ભલામણો કરાઈ હતી. મહિલાઓએ ટ્વિટર અને ફેસબુક પર પોતાની મુશ્કેલીઓ જણાવી હતી. ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ મંત્રીએ આ ગંભીર સમસ્યાના સમાધાન માટે રેડિયો ટેક્સી સેવા પ્રદાતાઓની સાથે બેઠક કરી. તેમણે બેઠકના આધાર પર મંત્રી મહોદયને સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીને તેમના મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા નિયામક દિશા-નિર્દેશોમાં જરૂરી સુરક્ષા ઉપાયો પણ સામેલ કરવા માટે પત્ર લખ્યો હતો.

નવી ટેક્સી નીતિના દિશા-નિર્દેશોમાં સામેલ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ભલામણો નીચે મુજબ છે :

  • ટેક્સીઓમાં અનિવાર્ય રૂપથી જીપીએસ ઉપકરણ લગાવવું પડશે.
  • મહિલા અને બાળકોની સુરક્ષા માટે ટેક્સીમાં સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમની અનુમતિ નહીં આપાય
  • વાહનના ફોટો અને નોંધણી સંખ્યાની સાથે ડ્રાઈવરનું ઓળખપત્ર પણ ટેક્સીમાં ચોક્કસપણે લગાવવું જોઈએ.
  • ટેક્સી ઓપરેટર/ડ્રાઈવરો દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન ન કરવા પર તેમણે કાયદા મુજબ તેનો કડક ઉકેલ લાવવો જોઈએ.
  • યાત્રિઓની ઈચ્છા મુજબ જ સીટની વહેંચણી કરાશે.

મહિલા અને બાળ વિકાસ મંત્રીની ભલામણોને નિયામક દિશા-નિર્દેશોમાં સામેલ કરવાને મંજૂરી આપાઈ ગઈ છે. શ્રીમતી મેનકા ગાંધીએ ટેક્સીઓમાં મહિલાઓ માટે વધુ સુરક્ષા ઉપાય કરવાના સંબંધમાં ભલામણો સ્વીકાર કરવા માટે શ્રી નિતિન ગડકરીનો આભાર માન્યો છે.

મહિલા યાત્રી ટેક્સીઓમાં સુરક્ષાના સંબંધમાં શ્રીમતી મેનકા ગાંધીને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની મુશ્કેલીઓ જણાવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રીએ #HelpMeWCD નામથી હૈશટેગ શરૂ કર્યું છે. જેના પર હુમલા / હિંસા સહન કરી રહેલી કોઈપણ મહિલા અથવા બાળક ટ્વીટ કરી સીધી પોતાની મુશ્કેલી જણાવી શકે છે.

 

AP/J.Khunt/GP              


(Release ID: 1487662)
Read this release in: English