રાષ્ટ્રપતિ સચિવાલય

ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

Posted On: 11 APR 2017 4:25PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 11-04-2017

 

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી માનનીય શ્રી માલ્કોલ્મ ટર્નબુલે કાલે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી સાથે મુલાકાત કરી. ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીનું ભારતમાં સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત, ઑસ્ટ્રેલિયાની સાથે નિરંતર વધી રહેલા સહયોગને ખૂબ મહત્વ આપે છે. ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે દ્વિપક્ષીય સંબંધ બહુમુખી થઈ ગયા છે અને પાછલા કેટલાક વર્ષો દરમિયાન આમાં મહત્વપૂર્ણ વૃદ્ધિ થઈ છે. બહુપક્ષીય મંચોમાં આપણા ઉપયોગી સહયોગ બંને દેશોની વચ્ચે વધી રહેલી પરસ્પર સમજ અને પરસ્પર સહયોગ દર્શાવે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે એ સંતોષજનક વાત છે કે આપણા લોકો આતંકવાદના પડકારોની બાબતમાં નિયમિત રૂપથી વાતચીત કરે છે. ભારત પોતાની એ સ્થિતિ પર મક્કમ છે કે આતંકવાદને કોઈપણ પરિસ્થિતિમાં ન્યાયસંગત નથી કહી શકાતું અને દરેક પ્રકારના રૂપો અને અભિવ્યક્તિઓમાં દુનિયાની દરેક ભાગમાં શાંતિપ્રિય દેશો દ્વારા તાત્કાલિક અને વ્યાપક કાર્યવાહી દ્વારા આતંકવાદને સમાપ્ત કરવાની જરૂર છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત દીર્ઘકાલીન  રોકાણ માટે એક આકર્ષક વિકલ્પ હોઈ શકે છે. ‘મેક ઈન ઈન્ડિયા કોન્ફરન્સ અને ઇનવેસ્ટ ઈન ઈન્ડિયા કોન્ફરન્સ કાર્યક્રમોના આર્થિક સહયોગ અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરાયા છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત સ્વચ્છ ઊર્જાના ઉપયોગ અને જીવાશ્મ ઈંધણ બચાવવાના પોતાના પ્રયાસોના રૂપમાં પોતાની કુલ ઊર્જા મિશ્રણ યોજનાના પરમાણુ ઊર્જા ઘટકોને આગળ વધારવા ઈચ્છુક છે. ભારત આ પ્રક્રિયામાં ઑસ્ટ્રેલિયાઈ યૂરેનિયમની આપૂર્તિને એક મહત્વપૂર્ણ ભૂમિકામાં રાખી રહ્યું છે. ભારત આ દિશામાં ઑસ્ટ્રેલિયાના પ્રયાસોની પ્રસંશા કરે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ઑસ્ટ્રેલિયામાં 60 હજારથી પણ વધુ ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. શિક્ષણના ક્ષેત્રમાં સહયોગ કરવાની વ્યાપક સંભાવનાઓ છે. અમારા સંસ્થાગત માળખામાં આ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને વધુ વ્યાપક બનાવવાની પણ સંભાવનાઓ છે.

AP/GP                                                                                        



(Release ID: 1487531) Visitor Counter : 126


Read this release in: English