સંરક્ષણ મંત્રાલય

નૌસેના પ્રમુખ એડમિરલ સુનીલ લામ્બા, પીવીએસએમ, એવીએસએમ, એડીસી મલેશિયાની યાત્રા પર

Posted On: 11 APR 2017 12:37PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 11-04-2017

 

વીએસએમ, એવીએસએમ, એડીસી 11 થી 15 એપ્રિલ, 2017 સુધી મલેશિયાની સદ્ભાવના યાત્રા પર છે. તેઓની યાત્રાનો ઉદ્દેશ ભારત અને મલેશિયાની વચ્ચે દ્વિપક્ષીય સમુદ્રી સંબંધોને મજબૂત બનાવવા અને તેમાં વૃદ્ધિ લાવવાનો છે. આ યાત્રાથી ભારત અને મલેશિયા વચ્ચેના રક્ષા સંબંધોને ઘણું પ્રોત્સાહન મળવાની આશા છે.

પોતાની યાત્રા દરમિયાન એડમિરલ લામ્બા રક્ષા ઉપમંત્રી, ચીફ ઑફ રૉયલ મલેશિયન ડિફેન્સ ફોર્સેસની સાથે-સાથે મલેશિયાની સેના, નૌસેના અને વાયુ સેનાના પ્રમુખોની સાથે પણ વિચાર-વિમર્શ કરશે.

ભારત અને રૉયલ મલેશિયાઈ નૌસેના પ્રશિક્ષણ, પરિચાલન વાર્તાની સાથે-સાથે હિંદમહાસાગ નૌસેના ગોષ્ઠી, મિલન અને એડીએમએમ પ્લસ જેવા વિભિન્ન બહુપક્ષીય મંચો પર વાતચીત કરવાના સંબંધોમાં સહયોગ કરે છે. બંને નૌસેનાઓના યુદ્ધક્વાયત માટે મૈત્રી સંબંધ મજબૂત કરવા માટે એક બીજાના બંદરગાહોની મુલાકાત પણ કરે છે. રૉયલ મલેશિયાઈ નૌસેનાના પ્રમુખે આરએમએન કોરવેટી લેકિરની સાથે ફેબ્રુઆરી, 2016માં વિશાખાપટ્ટનમમાં આયોજિત ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ – 2016માં ભાગ લીધો હતો. ભારતીય નૌસેનાના જહાજોને મલેશિયા યાત્રાના અવસર પર આ વર્ષે જૂનમાં બંને નૌસેનાઓના વચ્ચે ક્ષેત્ર પ્રશિક્ષણ અભ્યાસની શરૂઆત કરવાનો કાર્યક્રમ છે.

એડમિરલ લામ્બા વિભિન્ન વિશિષ્ટજનો સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાર્તા કરવાની સાથે-સાથે પનડુબ્બી બેસ સહિત રૉયલ મલેશિયાઈ નૌસેનાના પ્રમુખ પ્રતિષ્ઠાનોની પણ મુલાકાત લેશે. તેઓ પ્રતિષ્ઠિત રૉયલ મલેશિયન આર્મ્ડ ફાર્સેસ કમાન અને સ્ટાફ કૉલેજના અધિકારીઓ અને ફેકલ્ટીને પણ સંબોધિત કરશે.

 

 

AP/GP                                                                                        



(Release ID: 1487524) Visitor Counter : 182


Read this release in: English