રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિએ ઈન્ડિયન રેન્કિંગ-2017નો અહેવાલ બહાર પાડ્યો

ટોચનો રેન્ક ધરાવતી સંસ્થાઓને એવોર્ડ્સ એનાયત કર્યા


અમદાવાદની આઈઆઈએમને મેનેજમેન્ટ કેટગરીમાં ટોચનું સ્થાન મળ્યું

Posted On: 10 APR 2017 5:59PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 10-04-2017

ભારતના રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીએ ઈન્ડિયા રેન્કિંગ 2017નો અહેવાલ આજે (10 એપ્રિલ, 2017)ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારોહમાં જાહેર કર્યો હતો. તેઓએ ઓવરઓલ કેટેગરીમાં ટોચની 10 સંસ્થાઓને તથા સ્ટ્રીમ પ્રમાણે એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ, યુનિવર્સિટીસ અને ફાર્મસીમાં ટોચ પર રહેલી સંસ્થાઓને એવોર્ડ્સ એનાયત કર્યા હતા.

રાષ્ટ્રપતિએ એવોર્ડ વિજેતા તમામને અભિનંદન પાઠવ્યા હતા અને આ સંસ્થાઓને તેમની પ્રતિષ્ઠાને અનુરૂપ કાર્ય કરી તેમના પદચિન્હો પર અન્ય સંસ્થાઓ ચાલે એવી પ્રેરણા આપવાની આશા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર, કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે, રાષ્ટ્રપતિના સચિવ શ્રીમતી ઓમિતા પૌલ અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સચિવ (ઉચ્ચ શિક્ષણ) શ્રી કેવલ કુમાર શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

ઈન્ડિયન રેન્કીંગ-2017 મેળવનારાઓની યાદી

 

ક્રમ

નામ

કેટેગરી

રેન્ક

1

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોર

ઓવરઓલ

1

2

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ

ઓવરઓલ

2

3

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી, મુંબઈ

ઓવરઓલ

3

4

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી, ખરગપુર

ઓવરઓલ

4

5

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી, દિલ્હી

ઓવરઓલ

5

6

જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી, દિલ્હી

ઓવરઓલ

6

7

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી, કાનપુર

ઓવરઓલ

7

8

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગુવાહાટી

ઓવરઓલ

8

9

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી, રૂરકી

ઓવરઓલ

9

10

બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી

ઓવરઓલ

10

11

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ

એન્જીનીયરીંગ

1

12

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ

મેનેજમેન્ટ

1

13

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોર

યુનિવર્સિટીઓ

1

14

મીરાન્દા હાઉસ, દિલ્હી

કોલેજો

1

15

જામીયા હમદર્દ, દિલ્હી

ફાર્મસી

1

 

AP/GP        


(Release ID: 1487424) Visitor Counter : 104


Read this release in: English