માહિતી અને પ્રસારણ મંત્રાલય
ગાંધીજીના વિચાર અને કાર્ય અમર તથા દેશની યુવા પેઢી માટે અત્યંત પ્રાંસગિક છે
સ્વતંત્રતા સેનાનીઓના દર્શન અને યોગદાનની બાબતમાં યુવા પેઢીને શિક્ષિત કરવાની આવશ્યકતા છે : શ્રી વેંકૈયા નાયડૂ
માહિતી અને પ્રસારણ મંત્રીએ ચંપારણ સત્યાગ્રહના શતાબ્દી સમારોહના અવસર પર ત્રણ વારસાના પુરસ્તકોનું વિમોચન કર્યું
Posted On:
10 APR 2017 4:37PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 07-04-2017
માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી એમ. વેંકૈયા નાયડુએ કહ્યું કે મહાત્મા ગાંધી ‘યુવા મન’ને માનવતા, ઉદારતા અને દ્રઢ સંકલ્પના અમૂલ્ય પાઠ શીખવ્યા છે. તેનાથી આગામી પેઢીને તેમના દર્શન ‘મારું જીવન, મારો સંદેશ છે’નો સાર સમજવાની તક મળી છે. યુવા પેઢીને આપણા દેશના વિભિન્ન ક્ષેત્રોના સ્વતંત્ર્ય સેનાનીઓ દ્વારા કરાયેલા સર્વોચ્ચ બલિદાનની ભાવના અને તેમની અભિલાષા સમજવી જોઈએ. ગાંધીજીના સંદેશોને ફેલાવવાની પ્રેરણા માટે તેમણે વિચારો અને શિક્ષાઓને પુસ્તકના રૂપમાં વાચકો માટે ઉપલબ્ધ કરાવવા જોઈએ. મંત્રી મહોદયે આ વાત રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય, નવી દિલ્હીના સહયોગથી પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત વિરસા પુસ્તક ‘ગાંધી ઈન ચંપારણ’ના વિમોચનના અવસર પર કહ્યું. આ અવસર પર રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયના અધ્યક્ષ સુશ્રી અપર્ણા વાસુ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારી પણ ઉપસ્થિત હતા.
હાલમાં ‘મનની બાત’ કાર્યક્રમ જેમાં પ્રધાનમંત્રીએ ચંપારણ આંદોલન અને ગાંધીજીના સંઘર્ષના મહત્વની બાબતમાં વાત કરી હતી. તેનો સંદર્ભ જોતા શ્રી નાયડૂએ કહ્યું કે ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીના નેતૃત્વમાં દેશમાં કરાયેલું પહેલું અહિંસક જનઆંદોલન હતું. આ વિરાસત અભિલેખીય સાહિત્યના સંરક્ષણ અને ફરીથી પ્રકાશિત કરવામાં પ્રકાશન વિભાગના પ્રયાસોની પ્રસંશા કરતા શ્રી નાયડુએ કહ્યું કે સરકારનું લક્ષ્ય ગરીબ વ્યક્તિના કલ્યાણ માટે કાર્ય કરી મહાત્મા ગાંધીના આદર્શોને મુખ્ય ધારામાં લાવવાનું છે. તેમણે કહ્યું કે પ્રકાશન વિભાગે ગાંધીજી અને અન્ય ક્ષેત્રિય સ્વતંત્રતા સેનાનીઓથી સંબંધિત અન્ય પ્રાસંગિક સાહિત્ય તથા પ્રકાશનોને સંરક્ષિત અને પ્રકાશિત કરવા જોઈએ. ગાંધીજી પર આધારિત પુસ્તકોથી સરકારની સ્વચ્છ ભારત અભિયાન, જન ધન યોજના અને સ્કિલ ઈન્ડિયા જેવી મહત્વાકાંક્ષી યોજનાઓને પ્રોત્સાહન મળશે, જેનો ઉદ્દેશ સમાજના દરેક વર્ગમાં સમાનતા લાવવાનો અને તેમનું સશક્તિકરણ કરવાનો છે.
મંત્રી મહોદયે પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત ડી. જી. તેંડુલકર લિખિત બે અન્ય પુસ્તકો, રોમૈન રોલૈન્ડ એન્ડ ગાંધી કૉરસપોન્ડૈન્સ અને મહાત્મા શ્રૃંખલા (8 સંસ્કરણ)નું પણ વિમોચન કર્યું.
આ દરેક સંરક્ષિત પુસ્તકો 1950 અને 1960માં પ્રકાશિત કરાયા હતા અને આમાં સ્વાધીનતા સંગ્રામની બાબતમાં સૌથી વધુ પ્રમાણિક વિવરણ અપાયું છે.
AP/GP
(Release ID: 1487387)
Visitor Counter : 788