પ્રધાનમંત્રીનું કાર્યાલય
ચંપારણ સત્યાગ્રહનાં 100 વર્ષઃ પ્રધાનમંત્રી આવતીકાલે સ્વચ્છાગ્રહ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે;
નાગરિકોને સ્વચ્છાગ્રહી બનવા અને સ્વચ્છ ભારતનું નિર્માણ કરવા અપીલ
Posted On:
09 APR 2017 9:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહાત્મા ગાંધીએ ચંપારણમાં કરેલ સત્યાગ્રહનાં પ્રથમ પ્રયોગનાં 100 વર્ષની ઉજવણી કરવા રાષ્ટ્રીય રાજધાનીમાં ‘સ્વચ્છાગ્રહ - બાપૂ કો કાર્યાંજલિ – એક અભિયાન, એક પ્રદર્શની’ પ્રદર્શનનું ઉદ્ગાટન કરશે. તેઓ આ પ્રસંગે ‘ઓનલાઇન ઇન્ટરેક્ટિવ ક્વિઝ’ પણ લોંચ કરશે, જેનું આયોજન નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે.
આ ઇવેન્ટ વિશે એક પછી એક ટ્વીટ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ચંપારણ સત્યાગ્રહ ઐતિહાસિક જન આંદોલન હતો, જેની અભૂતપૂર્વ અસર થઈ હતી તથા તેમણે દેશવાસીઓને સ્વચ્છાગ્રહી બનવા અને સ્વચ્છ ભારતનું નિર્માણ કરવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આવતીકાલે હું અતિ વિશેષ કાર્યક્રમમાં સામેલ થઈશ - ‘સ્વચ્છાગ્રહ - બાપૂ કો કાર્યાંજલિ – એક અભિયાન, એક પ્રદર્શની.’, જે ઐતિહાસિક ચંપારણ સત્યાગ્રહનાં 100 વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાશે. આ પ્રદર્શનમાં ચંપારણ સત્યાગ્રહ સાથે સંબંધિત બાબતોનું પ્રદર્શન થશે અને તે સ્વચ્છાગ્રહ સાથે સત્યાગ્રહનાં મૂળભૂત સિદ્ધાંતોને જોડશે. આ પ્રદર્શન સ્વચ્છ ભારત તરફ જન આંદોલન ઊભું કરવા સ્વચ્છ ભારત અભિયાન દ્વારા આવરી લેવાયેલ બાબતોને પણ પ્રદર્શિત કરશે. એક સદી અગાઉ ભારતીયો સત્યાગ્રહી બન્યાં હતાં અને સંસ્થાનવાદ સામે લડ્યાં હતાં. અત્યારે ચાલો આપણો સ્વચ્છાગ્રહી બનીએ અને સ્વચ્છ ભારતનું નિર્માણ કરીએ. ચંપારણ સત્યાગ્રહ બાપૂનાં નેતૃત્વમાં થયેલું ઐતિહાસિક જન આંદોલન હતું. તેની અસર અભૂતપૂર્વ હતી.”
(Release ID: 1487321)
Visitor Counter : 114