આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

શ્રી વૈંકયા નાયડુએ 53 શહેરોમાં 352 હાઉસિંગ પ્રોજેક્ટ લોંચ કર્યા


એફોર્ડેબલ હાઉસિંગમાં સૌપ્રથમ મોટું ખાનગી રોકાણ

ક્રેડાઈનાં સભ્યો 2.03 લાખ એફોર્ડેબલ મકાનોનું નિર્માણ કરવા રૂ. 38,000 કરોડનું રોકાણ કરશે

મહારાષ્ટ્રમાં એક લાખથી વધારે યુનિટ, નેશનલ કેપિટલ રિજનમાં 41,921 મકાનો, ગુજરાતમાં 28,465, કર્ણાટકમાં 7,037, ઉત્તરપ્રદેશમાં 6,055 યુનિટનું નિર્માણ થશે

મકાનદીઠ નિર્માણનો ખર્ચ રૂ. 15 લાખથી રૂ. 30 લાખની રેન્જમાં આવશે

Posted On: 09 APR 2017 1:51PM by PIB Ahmedabad

ગાંધીનગર, 09-04-2017

પરવડી શકે તેવા મકાનોને માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જોઆપવા સહિત આર્થિક નબળાં વર્ગો, ઓછી અને મધ્યમ આવક ધરાવતાં જૂથો માટે વાજબી કિંમત ધરાવતાં મકાનોને પ્રોત્સાહન આપવાની ભારત સરકારની કેટલીક પહેલોની પૃષ્ઠભૂમિમાં ક્રેડાઈ (કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન્સ ઓફ ઇન્ડિયા)એ આજે દેશનાં 17 રાજ્યોમાં 53 શહેરોમાં 352 પ્રોજેક્ટ્સ લોંચ કર્યાં હતાં, જેમાં 2,03,851 વાજબી કિંમત ધરાવતા મકાનોનું નિર્માણ કરવા રૂ. 38,003 કરોડનું રોકાણ થશે.

કેન્દ્રિય ગૃહ નિર્માણ અને શહેરી ગરીબી નાબૂદી મંત્રી શ્રી વૈંકયા નાયડુએ ગાંધીનગરમાં આજે 352 પરવડી શકે તેવા ગૃહ નિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ ગૃહ નિર્માણ પ્રોજેક્ટ્સ દેશભરમાં ક્રેડાઈના સભ્યો દ્વારા હાથ ધરાશે, જે વાજબી કિંમત ધરાવતાં મકાનોમાં સૌપ્રથમ આટલું મોટું ખાનગી રોકાણ છે.

અત્યાર સુધી HUPA મંત્રાલયે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રૂ. 95,660 કરોડનાં રોકાણ સાથે 17,73,052 વાજબી કિંમત ધરાવતાં મકાનોનું નિર્માણ કરવા મંજૂરી આપી છે. આ મંજૂર પ્રોજેક્ટ્સનો અમલ કેન્દ્ર અને રાજ્ય સરકારોની સહાય તથા પીએમએવાય (શહેરી)નાં ચાર ઘટકો હેઠળ લાભાર્થીનાં પ્રદાન સાથે થશે. આ શહેરી હાઉસિંગ મિશન હેઠળ કેન્દ્ર સરકાર દરેક લાભાર્થીને રૂ. 1.00 લાખથી રૂ. 2.35 લાખની સહાય કરશે. પીએમએવાય (શહેરી)ને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25 જૂન, 2015નાં રોજ લોંચ કરી હતી.

ભારત સરકારે 31 ડિસેમ્બર, 2017નાં રોજ પીએમએવાય યોજનાના હેઠળ મળતી ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમ મધ્યમ આવક ધરાવતા લોકો સુધી વિસ્તારવાનો નિર્ણય કર્યો હતો. જે મુજબ રૂ. 12 લાખથી રૂ. 18 લાખની રેન્જમાં વાર્ષિક આવક ધરાવતાં લોકોને હાઉસિંગ લોન પર વ્યાજની 4 ટકા અને 3 ટકા સબસિડી આપવામાં આવશે. આ સાથે ઇડબલ્યુએસ, એલઆઇજી અને રૂ. 18 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતાં એમઆઇજી સંબંધિત લાભાર્થીઓને પીએમએવાય (શહેરી) હેઠળ લાવવામાં આવ્યાં છે, જેનાથી પાયાના અને મધ્યમ સ્તરના હાઉસિંગ ડેવલપર્સ માટે રોકાણની નોંધપાત્ર તકો ઊભી થશે.

આ પ્રસંગે શ્રી વૈંકયા નાયડુએ ક્રેડાઈ અને તેનાં સભ્યોની એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં રોકાણની પહેલ કરવા બદલ પ્રશંસા કરી હતી તથા તેમને ખાતરી આપી હતી કે, તેમનું મંત્રાલય અને નેશનલ હાઉસિંગ બેંક અને હુડકો જેવી કેન્દ્ર સરકારની એજન્સીઓ આજે લોંચ થયેલા પ્રોજેક્ટ્સમાં સામેલ થનાર લાભાર્થીઓને પીએમએવાય (શહેરી) હેઠળ લાભ આપવા સાથસહકાર આપશે.

આજે અમલીકરણ માટે લોંચ થયેલા એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સની વિગત નીચે મુજબ છેઃ

રાજ્ય/શહેરો

નિર્માણ થનાર એફોર્ડેબલ મકાનોની સંખ્યા

રોકાણ (કરોડમાં)

મહારાષ્ટ્ર (મુંબઈ, નાગપુર, અહમદનગર, જલ્ના, બાન્મ, નાશિક, માલેગાંવ, પૂણે, સતારા, સોલાપુર)

1,03,719

15,576

ગુજરાત

(અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, મહેસાણા, ભરુચ, ભાવનગર, નવસારી, મોડાસા, પાલનપુર, સાબરકાંઠા, વડોદરા, વાપી, સુરત)

28,465

9,525

રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી

41,921

6,211

કર્ણાટક (બેંગાલુરુ, ગુલ્બર્ગ, હુબલી)

7,037

1,679

ઉત્તરપ્રદેશ (આગ્રા, અલ્હાબાદ, બરેલી, ઝાંસી, કાનપુર અને વારાણસી)

6,055

1,108

રાજસ્થાન (અજમેર, જયપુર, જોધપુર)

4,406

389

પશ્ચિમ બંગાળ (કોલકાતા)

2,955

663

ગોવા

1,932

464

તેલંગાણા (હૈદરાબાદ)

1,784

663

મધ્યપ્રદેશ (ઇન્દોર, ઉજ્જૈન)

1,517

284

કેરળ (ત્રિવેન્દ્રમ, કાલિકટ, કોચી, એર્નાકુલમ)

1,372

186

અસમ (ગૌહાટી)

860

145

તમિલનાડુ (ચેન્નાઈ, કોઇમ્બતૂર, તિરુચિરાપલ્લી)

834

145

ઓડિશા (ભુવનેશ્વર)

520

53

છત્તિસગઢ (રાયપુર)

244

26

આંધ્રપ્રદેશ (તિરપુતિ)

50

10

 

ક્રેડાઈ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ, આ એફોર્ડેબલ મકાનોનાં નિર્માણનો ખર્ચ સરેરાશ મકાનદીઠ રૂ. 18 લાખ સાથે રૂ. 15 લાખથી રૂ. 30 લાખ વચ્ચે આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપની, નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિન પટેલ, ગુજરાતના શહેરી વિકાર મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, ક્રેડાઇના પૂર્વ પ્રમુખ ગીતામ્બર આનંદ, ક્રેડાઇના નવા પ્રમુખ જક્ષય શાહ સહિત દેશભરમાંથી આવેલા ક્રેડાઇના 3000 થી વધુ સભ્યો ક્રેડાઈ નેશનલ ઇન્વેસ્ટિચર સેરેમનીમાં ઉપસ્થિત રહ્યા હતા.

J.Khunt


(Release ID: 1487294) Visitor Counter : 122


Read this release in: English