ગ્રામીણ વિકાસ મંત્રાલય
પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ : આવાસ થી ઘર સુધી
Posted On:
07 APR 2017 5:05PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 07-04-2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બર, 2016 થી પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ (પીએમએવાય-જી)ની શરૂઆત કરી હતી. નવા ગ્રામીણ આવાસીય કાર્યક્રમ ઘરોની આવશ્યક્તાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવાની દ્રષ્ટિથી બનાવાઈ છે. ઘરોમાં રસોઈઘર, શૌચાલય, રસોઈ ગેસ કનેક્શન, વિજળી કનેક્શન અને જળપૂર્તિની સુવિધા હશે તથા લાભાર્થી પોતાની આવશ્યકતાઓ અનુસાર ઘરોની યોજના બનાવી શકશે. ગ્રામીણ રોજગારોને પ્રશિક્ષણનો કાર્યક્રમ શરૂ કરી દેવાયો છે, જેથી શ્રેષ્ઠ નિર્માણ માટે આવશ્યક કૌશલ્ય ઉપલબ્ધ થઈ શકે. લાભાર્થીઓની પસંદગી માટે મુશ્કેલ પ્રક્રિયા અપનાવાઈ રહી છે. જેમાં સામાજિક – આર્થિક જનગણના (એસઈસીસી) આંકડાઓનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ આંકડા બે-ઘર લોકો અથવા કાચી છતવાળા 0,1,2, કાચા રૂમો પર આધારિત છે. એસઈસીસી આંકડાઓને ગ્રામસભા દ્વારા માન્યતા પ્રાપ્ત છે. જેથી કોઈપણ પ્રકારની ભૂલ ન થાય. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016-17 માટે કુલ 44 લાખ મકાનોને સ્વીકૃતિ અપાઈ છે તથા ગ્રામીણ વિકાસ મંત્રાલય પૂર્ણ પ્રયાસ કરી રહ્યું છે કે તેમને ડિસેમ્બર, 2017 સુધી પૂર્ણ કરી દેવાશે. પીએમએવાય-જીમાં 6 થી 12 મહિનાની અંદર નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનો લક્ષ્ય રખાયો છે.
રાજ્ચો પાસેથી મળેલ રિપોર્ટ અનુસાર 2016-17માં કુલ 32.14 લાખ મકાનોનું નિર્માણ કરી દેવાયું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક અને આસામે પીએમએવાઈ-જીના અમલીકરણમાં અગ્રણી ભૂમિકા નિભાવી છે. બિહાર, પશ્ચિમ બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આસામ, ઝારખંડ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત અધૂરા મકાનોને મોટા પાયા પર પૂર્ણ કરી લેવાયા છે.
ગ્રામીણ વિકાસ વિભાગની યોજના છે કે 2017-18માં 51 લાખ મકાનોને પૂર્ણ કરી લેવાશે. વધારાના 33 લાખ મકાનોને 2017-18 માટે ઝડપથી મંજૂરી આપી દેવાશે. આજ સંખ્યામાં વર્ષ 2018-19માં મકાનો પૂર્ણ કરવાનો પ્રસ્તાવ કરાયો છે. આ રીતે 2016-19ના સમયગાળા દરમિયાન 1.35 કરોડ મકાનોને પૂર્ણ કરી દેવાશે. આ રીતે 2022 સુધી સૌને માટે આવાસનો માર્ગ સિદ્ધ થશે.
AP/J.Khunt/GP
(Release ID: 1487164)