નાણા મંત્રાલય
નાણાં મંત્રાલયનાં મહેસૂલ વિભાગને છેલ્લાં ત્રણ વર્ષમાં સ્થાનિક કાળું નાણું ઝડપવામાં અભૂતપૂર્વ સફળતા મળી
23064 તપાસ/સર્વે હાથ ધરવામાં આવ્યાં છે (આવકવેરા 17525; કસ્ટમ્સ 2509;સેન્ટ્રલ એક્સાઇઝ 1913; સર્વિસ ટેક્ષ 1120),
રૂ. 1.37 લાખથી વધારેની કરચોરી પકડાઈ છે (આવકવેરા 69434; કસ્ટમ્સ 11405; સેન્ટ્રલ એક્સાઇઝ 13952; સર્વિસ ટેક્ષ 42727).
Posted On:
07 APR 2017 4:57PM by PIB Ahmedabad
મહેસૂલ વિભાગ હેઠળ કાયદા અમલીકરણ સંસ્થાઓ (એલઇએ)ની સંકલિત કામગીરીઓથી છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન કાળાં નાણાનાં વિષચક્રને નાથવામાં જબરદસ્ત સફળતા મળી છે.
આ ગાળામાં પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરામાં અભૂતપૂર્વ અમલીકરણ કામગીરીઓ જોવા મળી છે. જ્યારે 23064 તપાસ/સર્વે હાથ ધરવામાં આવ્યાં છે (આવકવેરા 17525; કસ્ટમ્સ 2509; સેન્ટ્રલ એક્સાઇઝ 1913; સર્વિસ ટેક્ષ 1120), જયારે રૂ. 1.37 લાખથી વધારેની કરચોરી પકડાઈ છે (આવકવેરા 69434; કસ્ટમ્સ 11405; સેન્ટ્રલ એક્સાઇઝ 13952; સર્વિસ ટેક્ષ 42727). સાથે સાથે 2814 કેસોમાં અપરાધી ગુનાહિત કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી હતી (આવકવેરા 1966; કસ્ટમ્સ 526; સેન્ટ્રલ એક્સાઇઝ 293; સર્વિસ ટેક્ષ 29) અને 3893 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. (કસ્ટમ્સ 3782; સેન્ટ્રલ એક્સાઇઝ 47; સર્વિસ ટેક્ષ 64)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ 519 કેસો નોંધીને અને 396 દરોડા પાડીને એન્ટિ મની લોન્ડરિંગ કાર્યવાહીઓને સઘન બનાવી હતી. 79 કેસોમાં ધરપકડ કરવામાં આવી હતી અને રૂ. 14,933 કરોડની મિલકતો ટાંચમાં લેવાઈ હતી.
છેલ્લાં 28 વર્ષથી નિષ્ક્રિય રહેલાં બેનામી પ્રતિબંધ કાયદાને નવેમ્બર, 2016થી વિસ્તૃત સુધારા મારફતે સક્રિય કરીને તેનું અમલીકરણ શરૂ કરવામાં આવ્યુ હતું. 245થી વધારે બેનામી વ્યવહારોની ઓળખ કરવામાં આવી છે. 124 કેસોમાં રૂ. 55 કરોડનાં મૂલ્યની મિલકતોનું કામચલાઉ જોડાણ કરવામાં આવ્યું છે.
પ્રસ્તુત કાયદાઓ અને નિયમોને સરળ અને અસરકારક તથા મજબૂત બનાવવામાં આવ્યાં છે, છીંડા દૂર કરવામાં આવ્યાં છે અને દંડની જોગવાઈને મજબૂત કરવામાં આવી છે. રૂ. 2 લાખથી વધારેના રોકડ વ્યવહારો પર દંડની જોગવાઈ કરીને, રૂ. 10,000 સુધીનાં રોકડ ખર્ચની મર્યાદા નક્કી કરીને, પેન મેળવવા અને આવકવેરાનું રિટર્ન ભરવા આધાર ફરજિયાત કરીને, રૂ. 50,000થી વધારેની રોકડ જમા કરવા પેનને ફરજિયાત બનાવી, બેંક ખાતાઓ સાથે પેનને ફરજિયાત જોડીને, સ્થાવર મિલકતના હસ્તાંતરણમાં રૂ. 20,000 કે વધારે રોકડ પર પ્રતિબંધ મૂકીને તેમજ સમાન રકમના દંડની જોગવાઈ કરીને તથા 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર, 2016 દરમિયાન બચત ખાતાઓમાં રૂ. 2.5 લાખથી વધારે અને ચાલુ ખાતામાં રૂ. 12.5 લાખની રોકડ રકમ જમા કરાવવાનું રિપોર્ટિંગ ફરજિયાત બનાવવા જેવા વિવિધ પગલાં લઈને રોકડ વ્યવહારો પર નજર રાખવા અને તેને અંકુશમાં લેવા અસરકારક પગલાં લેવામાં આવ્યાં હતાં.
એલઇએ (આઇટી/ઇડી/એમસીએ/એસએફઆઇઓ/સીબીઆઈ) દ્વારા એન્ફોર્સમેન્ટ કામગીરીઓ (દરોડા, સર્વે, ધરપકડ, ફરિયાદ) ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલી હજારો શેલ કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષ (2013-14થી 2015-16) દરમિયાન આવકવેરાની તપાસ 1155થી વધારે શેલ કંપનીઓની તપાસ તરફ દોરી ગઈ હતી, જેનો ઉપયોગ 22,000થી વધારે લાભાર્થીઓ દ્વારા કાળાં નાણાંને કાયદેસર બનાવવા માટે થતો હતો. આ પ્રકારના લાભાર્થીઓનાં શંકાસ્પદ વ્યવહારોમાં રૂ. 13,300 કરોડથી વધારેની રકમ સંકલાયેલી હતી. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે નિષ્ક્રિય/નિયમોનું પાલન ન કરતી કંપનીઓના નામ કમી કરવા લાખથી વધારે નોટિસ ઇશ્યૂ કરી છે. કાળાં નાણાને કાયદેસર બનાવવાના માટે ઉપયોગ થતી કંપનીઓને રદ કરવાના હેતુસર સંબંધિત વિભાગો દ્વારા સંકલન કામગીરીઓ માટે ઉચ્ચ સ્તરીય જૂથની રચના કરવામાં આવી છે.
કાળાં નાણાં સામે ચાલી રહેલી અવિરત ઝુંબેશને આગામી દિવસોમાં વધુ સઘન બનાવવામાં આવશે, જેથી કરચોરો અને મની લોન્ડર્સને અહેસાસ થાય કે તેમને તેમની ખોટી વર્તણૂંક બદલ ભારે કિંમત ચુકવવી પડશે.
(Release ID: 1487159)
Visitor Counter : 173