માહિતી અને પ્રસારણ મંત્રાલય

64માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર – 2016ની જાહેરાત

શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’
‘કસાવ’ સર્વ શ્રેષ્ઠ ફીચર ફિલ્મ
અક્ષર કુમારને ફિલ્મ ‘રૂસ્તમ’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર

Posted On: 07 APR 2017 4:49PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 07-04-2017

 

ફિચર ફિલ્મ – નોન ફિચર ફિલ્મ, સિનેમા પર સર્વશ્રેષ્ઠ લેખન અને સૌથી વધુ ફિલ્મ અનુકૂળ રાજ્ય પુરસ્કારના નિણાર્યક મંડળોના અધ્યક્ષોએ આજે 64માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર – 2016ની જાહેરાત કરી. ફિચર ફિલ્મ કેન્દ્રીય નિર્ણાયક મંડળના અધ્યક્ષ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શ્રી પ્રિયદર્શનને તેમની મલયાલમ ફિલ્મ કાંચીવરમ માટે ઓળખાય છે. નોન ફિચર ફિલ્મ નિર્ણાયક મંડળના અધ્યક્ષ શ્રી રાજૂ મિસ્રા હતા જ્યારે ફિલ્મ લેખન નિર્ણાયક મંડળની અધ્યક્ષ સુશ્રી ભાવના સોમાયા હતી. નવી શ્રેણીના રૂપમાં શરૂ કરાયેલા સર્વાધિક ફિલ્મ અનુકૂલ રાજ્ય પુરસ્કારની જાહેરાત તેલુગુ ફિલ્મ ઉદ્યોગના લોકપ્રિય નિદેશક શ્રી રાધા કૃષ્ણા જાગરલામુડીએ કરી હતી. રાષ્ટ્રપતિ 3 મે, 2016ના રોજ રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર પ્રદાન કરશે.

        પુરસ્કારોની જાહેરાત પહેલા સિનેમા પર સર્વશ્રેષ્ઠ લેખન માટે 64માં રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કારોના નિર્ણાયક મંડળના સભ્યો પોતાનો રિપોર્ટ સૂચના તેમજ પ્રસારણ રાજ્યમંત્રી કર્નલ રાઠૌડને સોંપશે. ફિચર અને નોન ફિચર શ્રેણીઓના નિર્ણાયક મંડળના સભ્યોએ ગઈકાલે પોતાનો રિપોર્ટ સૂચના તેમજ પ્રસારણ મંત્રી શ્રી વેંકૈયા નાયડૂને સોંપ્યો હતો.

આ વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની વિવિધ શ્રેણીઓમાં પ્રખ્યાત વિજેતાઓમાં સર્વશ્રેષ્ઠ ફિચર ફિલ્મ શ્રેણીમાં ‘કસાવ’ અને નોન ફિચર ફિલ્મ શ્રેણીમાં ‘ફાયરફ્લાઈજ ઈન એબિસ’ સામેલ છે. ‘નીરઝા’ ફિલ્મમાં કરાયેલી  ભૂમિકા માટે સુશ્રી સોનમ કપૂરને ફિચર ફિલ્મ શ્રેણીમાં વિશેષ ઉલ્લેખ પુરસ્કાર પ્રદાન કરાયો છે. સંવિધાનની આઠમી અનુસૂચિમાં નિર્દિષ્ઠ ભાષાઓ ઉપરાંત અન્ય ભાષાઓની ફિલ્મને પણ પુરસ્કાર અર્પણ કરાયા છે. સર્વશ્રેષ્ઠ મોરન ફિલ્મ માટે પુરસ્કાર ‘હાંડુક’ને તથા સર્વશ્રેષ્ઠ તુલૂ ફિલ્મ પુરસ્કાર ‘મદીપુને’ અપાયો. ગુજરાતી ભાષા માટે સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટે ‘રોંગ સાઈડ રાજુ’ ફિલ્મની પસંદગી કરવામાં આવી છે.

  

 

વિવિધ શ્રેણીઓમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો.

 AP/J.Khunt/GP



(Release ID: 1487154) Visitor Counter : 217


Read this release in: English