યુવા બાબતો અને રમત મંત્રાલય
કેન્દ્રીય રમત મંત્રી શ્રી વિજય ગોયલે એથલેટિક્સમાં વિદેશી કોચની નિમણુંકને મંજૂરી આપી
Posted On:
06 APR 2017 5:51PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 06-04-2017
કેન્દ્રીય યુવા બાબતો તથા ખેલ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી વિજય ગોયલે એથલેટિક્સમાં વિદેશી કોચ અને સહાયક સ્ટાફની નિમણુંકને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે તેમનું મંત્રાલય એથલેટિકસમાં તૈયારી માટે પ્રશિક્ષણ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગીદારીમાં સહાયતા આપશે, રમતની માળખાગત સુવિધાઓ અને ઉપકરણ ઉપલબ્ધ કરાવવા માટે સંકલ્પબદ્ધ છે. તેમણે જણાવ્યું કે વિદેશી કોચ અને સહાયક સ્ટાફની નિમણુંકો 2020 ઓલમ્પિંક સુધી કરાઈ છે અને તેમના કાર્ય પ્રદર્શનની વાર્ષિક સમીક્ષા કરાશે.
રમત સચિવની અધ્યક્ષતામાં વિદેશ કોચ પસંદગી સમિતિ દ્વારા નીચે મુજબ નિમણુંકોની ભલામણ કરાઈ છે.
સ્વીકૃતિ નિમણુંકો આ પ્રકારે છે.
ક્રમ નં.
|
કોચ/પુરુષ મસાજકર્તા/મહિલા મસાજકર્તા
|
રમત
|
1
|
શ્રી દવે સ્મિથ, ઑસ્ટ્રેલિયા
|
રેસ વાકિંગ
|
2
|
સુશ્રી ગલીના પી. બુખારીના, અમેરિકા
|
400 મીટર તથા 400 મીટર રિલે
|
3
|
શ્રી દમિત્રી કિસલેવ, રૂસ
|
મસાજ
|
4
|
સુશ્રી એલમીરા કિસલેવા, રૂસ
|
મસાજ
|
AP/J.Khunt/GP
(Release ID: 1487016)
Visitor Counter : 116