સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

કૉલ ડ્રોપ્સની સમસ્યા ઘરની અંદર વધુ ગંભીર છે : દૂર સંચાર વિભાગ

Posted On: 06 APR 2017 5:50PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 06-04-2017

 

દૂર સંચાર વિભાગ (ડીઓટી)એ મોબાઈલ નેટવર્કમાં કોલ ડ્રોપ્સની સમસ્યાને દૂર કરવા માટે ઘણી પહેલ કરી છે. દૂરસંચાર સેવા પ્રદાતા (ટીએસપી)એ જૂન 2016 થી ફેબ્રુઆરી, 2017ના સમયગાળા દરમિયાન આખા દેશમાં 2,12,917 વધારાના બીટીએસ (બેસ ટ્રાન્સીવર સ્ટેશન) સ્થાપિત કર્યા છે.

ગ્રાહકો સાથે સીધી પ્રતિક્રિયા પ્રાપ્ત કરવા માટે ‘દૂરસંચાર વિભાગે 23 ડિસેમ્બર, 2016ના રોજ દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને ગોવામાં એક ઈન્ટિગ્રેટેડ વૉયસ રિસ્પોન્સ સિસ્ટમ (આઈવીઆરએસ) પ્રણાલીની શરૂઆત કરી છે. જેને 12 જાન્યુઆરી, 2017ના રોજ પંજાબ અને મણિપુર સિવાય અન્ય રાજ્યોમાં વિસ્તારીત કરાઈ હતી. પંજાબ અને મણિપુરમાં આઈવીઆરએસ પ્રણાલીની શરૂઆત 16 માર્ચ, 2017ના રોજ થઈ. આ પ્રણાલીના માધ્યમથી ગ્રાહકોને શોર્ટ કોડ 1955 થી આઈવીઆરએસ કોલ પ્રાપ્ત થાય છે અને કૉલ ડ્રોપ્સની સમસ્યાની બાબતમાં કેટલાક પ્રશ્નો કરવામાં આવે છે. ગ્રાહક આ જ શૉર્ટ કોડ 1955 પર ટોલ ફ્રી એસએમએસ પણ મોકલી શકે છે, જેમાં તેમના એ શહેર / નગર / ગામના નામનો ઉલ્લેખ હોય, જ્યાં કાયમ કૉલ ડ્રોપ્સની સમસ્યા છે.

ટીએસપી દર અઠવાડિયે દૂર સંચાર વિભાગ કાર્યબળનો કાર્યવાહી રીપોર્ટ પ્રસ્તુત કરી રહ્યું છે. 15-28 ફેબ્રુઆરી, 2017ના અઠવાડિયા માટે, ટીએસપી દ્વારા 43,403 ફીડબેક મામલા તપાસ માટે લેવામાં આવ્યા. કૉલ ડ્રોપ્સ સમસ્યાની બાબતમાં વધારે જાણકારી માટે ગ્રાહકોને ટેલિફોન કૉલ અને એસએમએસ કર્યા પછી 7,210 કેસોની સમાધાન હેતુ ઓળખ કરવામાં આવી. આ અઠવાડિયા દરમિયાન 2467 બાબતોમાં ઓપ્ટિમાઈજેશન, હાર્ડવેયર/વિજળીની સમસ્યાઓના સમાધાન, ક્ષેત્રની યાત્રા વગેરેના માધ્યમથી ઉકેલ લવાયો અને દરેક આધાર પર આઈવીઆરએસની શરૂઆતથી લઈને અત્યાર સુધી આ પહેલ દરમિયાન 9328 બાબતોમાં આ પહેલના માધ્યમથી નિકાલ કરાયો.

આ ઉપરાંત 5529 બાબતો કૉલ ડ્રોપ સમસ્યા સાથે સંબંધિત નહોતા, પરંતુ તે ડેટા, રોમિંગ, બિલિંગ, એમએનપી, મોબાઈલ ડિવાઈસ વગેરેની સમસ્યા સાથે જોડાયેલી હતી. આ બાબતોની પણ ટેએસપી દ્વારા આવશ્યક કાર્યવાહી કરવા માટે ઓળખ કરાવામાં આવી. ટીએસપી દ્વારા આવનારા સમયમાં લગભગ 603 નવી સાઈટો/બૂસ્ટર લગાવવાની યોજના બનાવાવમાં આવી છે. દૂર સંચાર કાર્યબળ આઈઓઆરએસ પ્રણાલીથી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ માટે એક મહિનામાં એક વાર ટીએસપીની સાથે બેઠક કરી રહ્યું છે. મંત્રી મહોદય કાર્યાલય, આઈવીઆરએસ પ્રણાલીના પરીચાલનની બાબતમાં નિયમિત સમીક્ષાઓનું પણ આયોજન કરી રહ્યું છે.

 

AP/J.Khunt/GP                                ક્રમાંક : 200

 



(Release ID: 1487014) Visitor Counter : 121


Read this release in: English