ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હંસરાજ ગંગારામ આહીરે એનપીડીઆરઆર વેબસાઈટની શરૂઆત કરી
प्रविष्टि तिथि:
06 APR 2017 5:45PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 06-04-2017
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હંસરાજ ગંગારામ અહીરે આજે અહીં ડીઝાસ્ટર રીસ્ક રીડક્શન (એપીડીઆરઆર) પર રાષ્ટ્રીય મંચની આગામી બીજી બેઠક માટે વેબસાઈટ http://npdrr2-mha.net.in ની શરૂઆત કરી. એનપીડીઆરઆર સાથે સંબંધિત દરેક સૂચનાઓની જાણકારી અને બેઠકની બાબતમાં દૈનિક ધોરણે પ્રતિનિધિઓને સતર્ક રાખવા માટેની આ એક વિશેષ વેબસાઈટ છે.
એનપીડીઆરઆરની બીજી બેઠક આ વર્ષે નવી દિલ્હીમાં એપ્રિલના અંતિમ સપ્તાહમાં આયોજિત થશે અને બેઠકનો વિષય ‘સ્થાયી વિકાસ માટે ડીઝાસ્ટર રીસ્ક રીડક્શન : ભારતને 2030 સુધી અનુકુળ બનાવવા’ છે. એનપીડીઆરઆરની પહેલી બેઠક 13 મે, 2013ના રોજ નવી દિલ્હીમાં આયોજિત કરાઈ હતી. જેનો વિષય હતો, ‘વિકાસમાં મુખ્યધારા ડીઆરઆર – જોખમ સાથે સુગમતા’.
એપીડીઆરના સભ્યો, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો, કેન્દ્ર સરકાર, સાર્વજનિક ક્ષેત્રના સંગઠનો, રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ, ખાનગી ક્ષેત્ર, નાણાકીય સંસ્થાઓ, વ્યવસાયિક વિશેષજ્ઞો અને બિન સરકારી સંગઠનોના પસંદ કરાયેલા પ્રતિભાગીઓ સહિત લગભગ 1,000 પ્રતિભાગીઓની આ બેઠકમાં ભાગ લેવાની સંભાવના છે.
AP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1487012)
आगंतुक पटल : 169
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English