મંત્રીમંડળ

મંત્રીમંડળે રેલવે ક્ષેત્રમાં ટેકનિકલ સહકાર પર ઇટાલીની ફેરોવી દેલો સ્ટેટો ઇટાલિયન એસ.પી.એ સાથે એમઓયુને મંજૂરી આપી

Posted On: 06 APR 2017 10:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે રેલવે ક્ષેત્રમાં ટેકનિકલ સહકાર પર 31મી જાન્યુઆરી, 2017ના રોજ પ્રજાસત્તાક ઇટાલીના ફેરોવી દેલો સ્ટેટો ઇટાલિયન એસ.પી.એ સાથે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી હતી.

આ એમઓયુ સલામતી, કાર્યદક્ષતા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા રેલવે ક્ષેત્રમાં લેટેસ્ટ ડેવલપમેન્ટ અને નોલેજનું આદાનપ્રદાન કરવા અને તેને વહેંચવા ભારતીય રેલવેને પ્લેટફોર્મ પૂરું પાડશે. એમઓયુ માહિતી, નિષ્ણાતોની બેઠકો, સેમિનાર્સ, ટેકનિકલ મુલાકાતો અને સંયુક્તપણે સંમત સહકાર દ્વારા સ્થાપિત પ્રોજેક્ટ્સના અમલીકરણના આદાનપ્રદાનને સુલભ પણ બનાવશે.

આ એમઓયુનો ઉદ્દેશ બંને પક્ષોને પારસ્પરિક લાભ આપવા સલામતી, કાર્યદક્ષતા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા રેલવે ક્ષેત્રમાં ટેકનિકલ સહકારી પ્રવૃત્તિઓ વિકસાવવાનો છે. તે નીચેના ક્ષેત્રોમાં ટેકનિકલ સહકાર સક્ષમ બનાવશેઃ

ક. ટ્રેનની કામગીરીમાં સલામતી વધારવા ભારતીય રેલવેનાં સલામતીનું ઓડિટ અને જરૂરી પગલાં;

ખ. સેફ્ટી ઇન્ટિગ્રિટી લેવલ 4 (એસઆઇએલ4) સાથે સંબંધિત આધુનિક ટેકનોલોજી આધારિત સલામતી ઉત્પાદનો અને સિસ્ટમની આકારણી અને સર્ટિફિકેશન;

ગ. આધુનિક સિગ્નલિંગ અને ટ્રેન કન્ટ્રોલ સિસ્ટમના ક્ષેત્રો સહિત સલામતી પર કેન્દ્રિત તાલીમ અને સક્ષમતા વિકાસ;

ઘ. જાળવણી અને નિદાનમાં આધુનિક પ્રવાહો;

ચ. સહભાગીઓ દ્વારા સંયુક્તપણે ઓળખ કરાયેલા અન્ય કોઈ ક્ષેત્ર.


પૃષ્ઠભૂમિ:

ફેરોવી દેલો સ્ટેટો ઇટાલિયન ગ્રૂપ (એફએસ ગ્રૂપ) ઔદ્યોગિક જૂથ છે, જે રેલવે સાથે સંબંધિત વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કરતી તેની વિવિધ કંપનીઓ મારફતે ઇટાલિયન રેલવે ક્ષેત્રનું સંચાલન કરે છે. તેમાં મુખ્ય છેઃ ટ્રેનઇટાલિયા રેલ ટ્રાન્સપોર્ટ, રેટે ફેરોવિઆરિયા ઇટાલિયાના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજર, ઇટાલફેર એન્જિનીયરિંગ કંપની, ઇટાલસેરિફર રેલવે સિસ્ટમ અને કમ્પોનેન્ટને સર્ટિફાઇડ કરતી સંસ્થા. એફએસ ગ્રૂપ સંપૂર્ણપણે ઇટાલીની સરકારની માલિકીનું છે અને ટ્રેઝરી મંત્રાલય નીચે કામ કરે છે.

રેલવે મંત્રાલયે વિવિધ વિદેશી સરકારો અને નેશનલ રેલવે સાથે રેલ સેક્ટર સાથે ટેકનિકલ સહકાર સ્થાપિત કરવા એમઓયુ કર્યા છે. સહકારના ક્ષેત્રોમાં હાઈ સ્પીડ કોરિડોર્સ, વર્તમાન રુટની ઝડપ વધારવી, વૈશ્વિક કક્ષાનાં સ્ટેશનોનો વિકાસ કરવો, હેવી હોલ ઓપરેશન્સ અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકરણ વગેરે સામેલ છે. આ સહકાર રેલવે, ટેકનોલોજી અને ઓપરેશન્સ, નોલેજ શેરિંગ, ટેકનિકલ મુલાકાતો, ટ્રેનિંગ અને સેમિનાર તથા પારસ્પરિક રસના ક્ષેત્રમાં કાર્યશાળાઓના ક્ષેત્રોમાં વિકાસ પર માહિતીના આદાનપ્રદાન મારફતે સ્થાપિત કરવામાં આવ્યો છે.

એમઓયુ ભારતીય રેલવે માટે રેલવે ક્ષેત્રમાં લેટેસ્ટ ડેવલપમેન્ટ અને જાણકારીનું આદાનપ્રદાન કરવા અને વહેંચવા ભારતીય રેલવે માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. એમઓયુ ટેકનિકલ કુશળતાઓ, રિપોર્ટ્સ અને ટેકનિકલ દસ્તાવેજો, ચોક્કસ ટેકનોલોજી ક્ષેત્રો પર કેન્દ્રિત તાલીમ અને સેમિનાર્સ/કાર્યશાળાઓ તથા જાણકારીની વહેંચણી માટે અન્ય ઇન્ટરેક્શન્સની સુવિધા આપે છે.

 

AP/J.Khunt/GP



(Release ID: 1486933) Visitor Counter : 36


Read this release in: English