મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને જ્યોર્જિયા વચ્ચે હવાઈ સેવા સમજૂતીને મંજૂરી આપી

Posted On: 06 APR 2017 10:14AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભારત અને જ્યોર્જિયા વચ્ચે થયેલી હવાઈ સેવા સમજૂતી (એએસએ)ને મંજૂરી આપવામાં આવી હતી.

બંને દેશો વચ્ચે થયેલી આ સમજૂતી લેટેસ્ટ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (આઇસીએઓ) ટેમ્પ્લેટ પર આધારિત છે, જે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં થયેલા ફેરફેરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે હવાઈ જોડાણ વધારવાનો છે. અત્યારે બંને દેશો વચ્ચે હવાઈ સેવાની સમજૂતી અસ્તિત્વ ધરાવતી નથી. એએસએ બે દેશો વચ્ચે કોઈ પણ હવાઈ કામગીરી માટે મૂળભૂત કાયદેસર માળખું છે.

આ સમજૂતી બંને દેશો વચ્ચે હવાઈ જોડાણ સ્થાપિત કરવામાં મદદ કરશે.

હવાઈ સેવા સમજૂતીની ખાસિયતો નીચે મુજબ છેઃ

1.         બંને દેશોને એક કે વધારે એરલાઇન નિયુક્ત કરવાનો અધિકાર રહેશે.

2.         હવે ભારતીય એરલાઇન્સ ભારતમાં કોઈ પણ પોઇન્ટ પરથી જ્યોર્જિયામાં કોઈ પણ પોઇન્ટ પર ઓપરેટ કરી શકે છે. જ્યોર્જિયાની એરલાઇન્સ ભારતમાં નવી દિલ્હી, મુંબઈ, બેંગાલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ અને ગોવા એમ કુલ છ પોઇન્ટ સાથે સીધી કામગીરી સ્થાપિત કરી શકે છે. આ ઉપરાંત કોઈ પણ વચગાળાની રુટિંગ અનુકૂળતા મારફતે અને પોઇન્ટથી આગળ પણ બંને દેશોની નિયુક્ત એરલાઇન્સ સેવા આપી શકે છે.

3.         બંનેમાંથી કોઈ પણ દેશની નિયુક્ત એરલાઇન્સને હવાઈ સેવાઓના પ્રોત્સાહન અને વેચાણ માટે એકબીજાના દેશોમાં ઓફિસ સ્થાપિત કરવાનો અધિકાર હશે.

4.         દરેક દેશની નિયુક્ત એરલાઇન સમાન પક્ષ, અન્ય પક્ષ અને ત્રીજા પક્ષની નિયુક્ત એરલાઇન્સ સાથે કોઓપરેટિવ માર્કેટિંગ વ્યવસ્થા કરી શકે છે. તેને ધ્યાનમાં રાખીને તે સીધું જોડાણ સ્થાપિત કરવાની સાથે ત્રીજા દેશની એરલાઇન્સ મારફતે પણ જોડાણ સ્થાપિત કરશે. તે બંને દેશોની એરલાઇન્સ માટે વ્યવહારિક વિકલ્પો પ્રદાન કરશે.


ભારત અને જ્યોર્જિયા વચ્ચે હવાઈ સેવા સમજૂતી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં વિકાસને અનુરૂપ બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, પ્રવાસન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને વેગ આપવાની સંભવિતતા ધરાવે છે. તે સંવર્ધિત અને સાતત્યપૂર્ણ જોડાણ માટે વાતાવરણ ઊભું કરશે, ત્યારે બંને દેશોની એરલાઇન્સની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની વાણિજ્યિક તકો પૂરી પાડશે.


(Release ID: 1486929) Visitor Counter : 57
Read this release in: English