રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીએ શ્રીમતી કિશોરી અમોનકરના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 05 APR 2017 5:02PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 05-04-2017

 

રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ પ્રખ્યાત હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયિકા શ્રીમતી કિશોરી અમોનકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

શ્રીમતી કિશોરી ઓમનકરના પુત્ર શ્રી બિભાસ અમોનકરને મોકલેલા પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ કહ્યું કે મને તમારી માતા કિશોરી અમોનકરના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. શ્રીમતી કિશોરી અમોનકરે પોતાની ભાવપૂર્ણ ગાયિકીથી દાયકાઓ સુધી સંગીત પ્રેમિયોને મંત્રમુગ્ધ કર્યા.

શ્રીમતી કિશોરી અમોનકરને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તેમના અથાગ યોગદાન માટે કેટલાય પુરસ્કારોથી સમ્માનિત કરાયા જેમાં વર્ષ 1987માં પદ્મ ભૂષણ અને વર્ષ 2002માં પદ્મ વિભૂષણ સમ્મિલિત છે. તેમના નિધનથી ભારતીય સંગીતને અપૂરણીય ખોટ પહોંચી છે.

કૃપા કરીને મારી હાર્દિક સંવેદનાઓનો સ્વીકાર કરો. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે આપને અને આપના પરિવારના દરેક સભ્યોને આ અપૂરણીય ખોટને સહન કરવાની શક્તિ પ્રદાન કરે.

 

AP/J.Khunt/GP                       


(Release ID: 1486746) Visitor Counter : 97


Read this release in: English