PIB Headquarters
ફિયોના નવા અધ્યક્ષ શ્રી ગણેશકુમાર ગુપ્તાએ ચાલુ નાણાકીય વર્ષ (2017-18)માં 500 અરબ ડૉલરની નિકાસનું લક્ષ્ય રાખ્યું
Posted On:
04 APR 2017 5:18PM by PIB Ahmedabad
અમદાવાદ, 04-04-2017
ફિયોના નવા અધ્યક્ષ શ્રી ગણેશકુમાર ગુપ્તાએ ચાલુ નાણાંકીય વર્ષ 2017-18માં 500 અરબ ડૉલરની નિકાસનું લક્ષ્ય રાખ્યું છે. આમાં વસ્તુઓની નિકાસની ભાગીદારી 315 અબજ ડૉલર અને 150 અરબ ડૉલર સેવા નિકાસની રહેશે. ફેડરેશનને આશા છે કે નાણા વર્ષ 2016-17માં નાણાં વર્ષ 2015-16ના 262 અરબ ડૉલરની નિકાસની સામે 270-275 અરબ ડૉલરની નિકાસ થઈ શકે છે. નાણાં વર્ષ 2016-17ની નિકાસમાં આ પહેલાના નાણા વર્ષની સામે 3-4 ટકાની વૃદ્ધિની આશા છે.
ફિયોએ આશા વ્યક્ત કરી છે કે નાણાં વર્ષ 2016-17માં સેવા નિકાસ 160 અરબ ડૉલરના સ્તરને પાર કરી શકે છે. ફિયોના નવા અધ્યક્ષ શ્રી જે. કે. ગુપ્તાનું માનવું છે કે આપણે લોકો વસ્તુઓની નિકાસમાં 300 અરબ ડૉલરના સ્તરને પહેલા પણ પાર કરી ચૂક્યા છે. એવામાં આપણે પૂર્વના છ માસ ખાસ કરીને ફેબ્રુઆરીમાં 17.5 ટકાની વૃદ્ધિ જોતાં નિકાસને મજબૂતીની સાથે આગળ વધારવાની દિશામાં કાર્ય કરવું જોઈએ.
શ્રી ગુપ્તાનું એ પણ માનવું છે કે જીએસટીના નવા કાર્યકાળમાં રોકડ નિકાસકારો માટે મુખ્ય પડકાર હશે, જેના માટે નિકાસ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે વિદેશ વ્યાપાર નીતિની થનારી સમીક્ષામાં નિકાસની પ્રોડક્ટ બાસ્કેટમાં એ હાઈ-ટેક ઉત્પાદકોનો સમાવેશ કરવાની જરૂર છે જેની વિશ્વ વ્યાપારમાં ભારતની ભાગીદારી લગભગ ઓછી છે, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિસ્પર્ધા કરી શકાય.

AP/J.Khunt/GP
(Release ID: 1486652)