સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

શ્રી થાવરચંદ ગેહલોતે “ઑટિઝ્મ પર રાષ્ટ્રીય સંમેલન”નું ઉદ્ઘાટન કર્યું

Posted On: 03 APR 2017 5:46PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 03-04-2017

શ્રી થાવરચંદ ગેહલોતે આજે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતર્ગત ઑટિઝમ, સેરેબ્રલ, માનસિક મંદતા અને બહુ વિકલાંગતાથી ગ્રસ્ત વ્યક્તિઓના કલ્યાણ માટે નેશનલ ટ્રસ્ટ દ્વારા આયોજિત “ઑટિઝમ પર રાષ્ટ્રીય સંમેલન”નું ઉદ્ઘાટન કર્યું. સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જર તથા શ્રી રામદાસ અઠાવલે પણ આ અવસર પર ઉપસ્થિત હતા. રાષ્ટ્રીય ન્યાસ અને રોટરી ક્લબની વચ્ચે ઑટિઝમના ક્ષેત્રમાં એક સમજૂતી કરાર (એમઓયૂ)નું આદાન-પ્રદાન કરાયું. આ અવસર પર શ્રી થાવરચંદ ગેહલોતે નેશનલ ટ્રસ્ટના ત્રણ પ્રકાશન પણ જારી કર્યા.

આ અવસર પર સંબોધિત કરતાં શ્રી થાવરચંદ ગેહલોતે કહ્યું કે ઑટિઝમથી પ્રભાવિત વ્યક્તિ પોતાના જીવનમાં અનેક ક્ષેત્રમાં પડકારોનો સામનો કરે છે અને આ રીતે ઑટિઝમ સ્પેક્ટ્રમ વિકાર (એએસડી)ની બાબતમાં લોકોને શિક્ષિત કરવા અને ઑટિઝમની બાબતમાં જાગૃતિ લાવવા માટે અને દેશોએ મોટા પાયા પર પહેલ શરૂ કરવાની બાબતમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે ઑટિઝમની સાથે જીવી રહેલા પ્રતિભાશાળી અને રચનાત્મક બાળકોને પુરસ્કાર અર્પણ કર્યા અને તેમને આગળ તેમની કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરવા માટે શુભકામનાઓ પાઠવી. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય આખા દેશમાં દિવ્યાંગો માટે દરેક પ્રકારના સહાયક ઉપકરણોના વિતરણ માટે નિયમિત રૂપથી શિબિરોનું આયોજન કરે છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ સંમેલન મેડિકલ પાસાઓની બાબતમાં નવીનતમ અનુસંધાન ઉપરાંત ઑટિઝમથી ગ્રસ્ત વ્યક્તિઓની શિક્ષા અને કૌશલ્ય તથા સમાવેશી જીવનમાં નવીનત્તમ વિકાસની બાબતમાં જાણકારી પ્રાપ્ત કરવા માટે એક શ્રેષ્ઠ અવસર પ્રદાન કરશે.

શ્રી રામદાસ આઠવલેએ પોતાના સંબોધનમાં પાછલા બે વર્ષો દરમિયાન સરકાર દ્વારા દિવ્યાંગોના કલ્યાણ માટે શરૂ કરાયેલી અનેક યોજનાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે નેશનલ ટ્રસ્ટના પ્રયત્નોની પ્રશંસા કરી. શ્રી કૃષ્ણ પાલ ગુર્જરે કહ્યું કે ડિસેમ્બર, 2016 થી સંસદ દ્વારા પારિત વિકલાંગતાથી ગ્રસ્ત વ્યક્તિઓના અધિકાર (આરપીડબલ્યૂડી) વિધેયકમાં વિકલાંગતાને એક વિકસિત અને ગતિશીલ અવધારણાના આધાર પર પરિભાષિત કરાયા છે અને વિકલાંગોના પ્રકારોની સંખ્યા વર્તમાન 7 થી વધારીને 21 કરી દેવાઈ છે.

વર્ષ 2008 થી દર વર્ષે 2 એપ્રિલના રોજ આખા વિશ્વમાં ઑટિઝમ જાગૃતિ દિવસ તરીકે ઉજવાય છે, જેથી દુનિયાભરમાં સામાન્ય લોકોને ઑટિઝમની બાબતમાં વધુમાં વધુ જાગૃત કરી શકાય. એક દિવસ ચાલનારા આ સંમેલનમાં ઑટિઝમની બાબતમાં જાણીતા વિશેષજ્ઞ અને વ્યાવસાયિકો ભાગ લઈ રહ્યા છે.

 

AP/J.Khunt/GP 


(Release ID: 1486546) Visitor Counter : 69
Read this release in: English