નાણા મંત્રાલય

શ્રીમતી અરૂણા સેઠીને નાણા મંત્રાલયના ખર્ચ વિભાગમાં મુખ્ય સલાહકાર (વ્યય) નિયુક્ત કરાયા

Posted On: 03 APR 2017 5:37PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 03-04-2017

ભારતીય ખર્ચ લેખા સેવા ((આઈસીઓએએસ)ની 1985ની બેચના અધિકારી શ્રીમતી અરૂણા સેઠીને નાણા મંત્રાલયના ખર્ચ વિભાગમાં મુખ્ય સલાહકાર (વ્યય)ના રૂપમાં પદોન્નત કરાયા છે. તેમની નિયુક્તિ 1 એપ્રિલ, 2017 થી પ્રભાવી થશે. આ પ્રતિષ્ઠિત પદ પર પહોચનારા તેઓ પહેલી મહિલા આઈસીએએએસ અધિકારી છે. આ પહેલા તેઓ સૌથી વરિષ્ઠ આઈસીઓએએસ અધિકારી હોવાના લીધે 1 એપ્રિલ, 2016 થી ભારતીય વ્યય લેખા સેવાના પ્રમુખના રૂપમાં કાર્ય કરી રહ્યા હતા.

ભારતીય વ્યય લેખા સેવા (આઈસીઓએએસ) ભારત સકારની છ સંગઠિત લેખા સેવાઓમાંથી એક છે. મુખ્ય સલાહકાર (વ્યય) વ્યય ખાતાની બાબતોમાં મંત્રાલયો અને સરકારી ઉપક્રમોના પરામર્શ આપવા ઉપરાંત તેમના તરફથી વ્યયની તપાસ કરવાનું કાર્ય પણ કરે છે.

 

AP/J.Khunt/GP



(Release ID: 1486540) Visitor Counter : 155


Read this release in: English