ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિએ ઓડિશા દિવસના અવસર પર ઓડિશાના લોકોને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 31 MAR 2017 4:46PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 31-03-2017

 

ઉપરાષ્ટ્રપતિ શ્રી મો. હામિદ અંસારીએ ઓડિશા દિવસના શુભ અવસર પર ઓડિશાના લોકોને શુભેચ્છા પાઠવી છે. પોતાના સંદેશમાં તેમણે કહ્યું કે ઓડિશાની સમૃદ્ધિ સાંસ્કૃતિક વિરાસત છે અને આ આપણી મહેનતું લોકોની સાથે આર્થિક અને સામાજિક પ્રગતિના રસ્તા પર વધતી રહેશે.

ઉપરાષ્ટ્રપતિએ સંદેશમાં લખ્યું :

એ જાણીને ઘણો આનંદ થાય છે કે ઓડિશા દિવસ 1 એપ્રિલ, 2017ના રોજ ઉજવાઈ રહ્યો છે. ઓડિશાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત છે જે તેના સ્મારક, કળા, મૂર્તિઓ, સાહિત્ય, નૃત્ય અને સંગીતની વિવિધતામાં પ્રતિબિંબિત થાય છે. રાજ્યમાં પ્રાકૃતિક સંસાધન પણ ભરપૂર માત્રામાં છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ રાજ્ય પોતાના મહેનતું લોકોની સાથે આર્થિક અને સામાજિક પ્રગતિના રાસ્તા પર આગળ વધતું રહેશે.

આ શુભ અવસર પર હું ઓડિશાની સરકાર અને રાજ્યના લોકોને શુભેચ્છા અને શુભકામના પાઠવું છું અને ઓડિશા દિવસની સફળતાની કામના કરું છું.

 

AP/J.Khunt/GP                                                                                                     


(રીલીઝ આઈડી: 1486342) મુલાકાતી સંખ્યા : 63
આ રીલીઝ વાંચો: English